GSTV
Home » News » અમિતાભ બચ્ચને પણ મજાક કરી ICC World Cup અને વરસાદ પર

અમિતાભ બચ્ચને પણ મજાક કરી ICC World Cup અને વરસાદ પર

બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ફિલ્મોની સિવાય રમતોનો પણ શોખ છે. પછી એ ફુટબોલ હોય કે ક્રિકેટ હોય કે પછી કબડ્ડી હોય કે હોકી બિગ બી દરેક રમતોની જાણકારી રાખે છે. આ સમયે અમિતાભ ખુબ જ ધ્યાનથી ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા આઈસીસી વર્લ્ડ કપને ફોલો કરી રહ્યાં છે.

ગુરૂવારે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ થવાની હતી પરંતુ તે વરસાદના કારણે રદ્દ થઈ ગઈ તેનાથી ભારતીય રમત પ્રેમીઓની જેમ બિગ બીને પણ નિરાશા થઈ હતી. આ મેચ રદ્દ થયા પછી સોશિયલ મીડિયા પર જોક્સ પણ થવા લાગ્યા. બીગ બીએ ટ્વિટર પર મજા લેતા વર્લ્ડ કપને ભારત શિફ્ટ કરવાની સલાહ આપી.

હકિકતે વરસાદના કારણે મેચ રદ્દ થવાના કારણે ટ્વિટર પર #ShameOnICC ટ્રેંડ થવા લાગ્યું. ગુસ્સામાં એક યૂજરે ટ્વિટ કરી લખ્યુ કે આઈસીસીને શરમ આવવી જોઈએ કે તેમણે આટલા મહત્વપુર્ણ ટૂર્નામેન્ટને આવા સમય પર આયોજીત કર્યુ જેમાં અડધા મેચ તો વરસાદના કારણે રદ્દ થાય છે. ધોનીના ગ્લવ્સની જગ્યાએ ટૂર્નામેન્ટનો સાચા સમય પર ધ્યાન રાખવુ જોઈએ. ત્યાર પછી અમીતાભ બચ્ચને આ ટ્વિટને કોટ કરતા લખ્યુ કે વર્લ્ડ કપ ટુર્નામેન્ટને ભારત શિફ્ટ કરી દો.. અમારે વરસાદની જરૂર છે.

READ ALSO

Related posts

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!