GSTV

દિપીકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી, વીડિયોમાં જુઓ શું છે ખાસ

દિપીકા

ભારતીય ફિલ્મ ઉદ્યોગના ત્રણ દિગ્ગજ કલાકારો હવે એક જ સાથે એક પડદા પર જોવા મળનારા છે. બોલિવૂડની એકટ્રેસ દીપિકા પાદુકોણ, સાઉથનો સુપર સ્ટાર પ્રભાસ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ વૈજ્યંતી મૂવીઝની એક ફિલ્મમાં સાથે જોવા મળશે. વૈજયંતી મૂવીઝે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે તેમની આગામી ફિલ્મમાં દિપીકા અને પ્રભાસ તો કામ કરી જ રહ્યા છે પરંતુ હવે તેમની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરશે.

મૂવીઝે એક વીડિયો જારી કરીને આ જાહેરાત કરી હતી. આ વીડિયોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મોની એક ઝલક પણ દેખાડવામાં આવી હતી. આ જોઈને ખ્યાલ આવી જાય છે કે ફિલ્મમાં કાંઈ મોટુ બનવા જઈ રહ્યું છે. આ ફિલ્મન પ્રોડ્યુસર છે અશ્વિની દત્તા. તેઓ વૈજ્યંતી મૂવીઝના સ્થાપક છે અને આ પ્રોજેક્ટ તેમના માટે સ્વપ્ન સમાન છે.

તેમણે જણાવ્યું હતું કે લિજેન્ડરી એનટી રામારાવ (એનટીઆર) અમિતાભ બચ્ચનના ફેન હતા. તેમણે બિગ બીની કેટલીક સુપર હિટ ફિલ્મોને તેલુગુમાં રિલીઝ કરી હતી. તેમણે શોલે ફિલ્મ ઘણી વાર જોઈ હતી. આટલા વર્ષો બાદ અમિતાભ બચ્ચન વૈજ્યંતી મૂવીઝના બેનર હેઠળ કામ કરે છે અને તેમની સાથે કામ કરવું અમારા માટે ગૌરવની વાત છે.

Read Also

Related posts

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!