GSTV
Home » News » અમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવ્યો, ટ્રોલ થઈ જયા બચ્ચન

અમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવ્યો, ટ્રોલ થઈ જયા બચ્ચન

બીગ બી અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે, પરંતુ હવે જે ફોટો વાયરલ થયો છે તે અમિતાભે નથી કર્યો. જોકે અમિતાભ અને જયાનો એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. તમે જોઈ શકો છો કે ફોટામાં જયા બચ્ચન અને અમિતાભ ઘણા રોમેન્ટિક અંદાજમાં એક બીજા સાથે બેઠેલા જોવા મળે છે.

ઘણા સમય પછી જોવા મળેલો તેમનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે આ ફોટા પર જયાને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આટલા વર્ષો સુધી આ મહિલા સાથે સંબંધ નિભાવ્યો તેના માટે બિગ બીને એવોર્ડ આપવો જોઈએ.

તો બીજા યુઝરે કહ્યું કે, જયાને આવો ફોટો પાડવાની હા કોણે પાડી. કોઈએ જયાને કહ્યું કે, આ રુડ મહિલા મને બિલકુલ પસંદ નથી. મીડિયામાં જયા બચ્ચન તેના ગુસ્સાના કારણે ચર્ચામાં રહે છે. ઘણી વાર ફોટાના ચક્કરમાં તે પાપારાઝીઓને પણ બોલતી સાંભળવા મળી છે. તેના કારણે જયા પર આ રીતે કોમેન્ટ કરવામાં આવે છે.

એક સમયે ઐશ્વર્યાને પાપારાઝીએ એશ કહી હશે ત્યારે પણ તે ગુસ્સે થઈ ગઈ હતી. એવા ઘણા કારણ છે, જેની બધાને જાણ છે કે જયા કઈ હદ સુધી ગુસ્સે થઈ શકે છે. જયા 2016માં આવેલી કી અને કા ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ જયા ફિલ્મી પડદેથી ગાયબ છે. બિગ બી તેમની આવનારી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!