GSTV

બચ્ચનની એક Tweetને પગલે મચી ગયો હોબાળો, આખરે અમિતાભે કર્યો આ ખુલાસો

મહાનાયક અમિતાભ બચ્ચન આજે બોલિવૂડમાં ખૂબ જ એક્ટિવ છે. તેમના પરિવારના દરેક સભ્ય બોલિવૂડમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે. પુત્ર અભિષેક બચ્ચન હોય કે પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન કે પછી પત્ની જયા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની એક્ટિંગના દમ પર તેમની અલગ જ ઓળખ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલ્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે આવશે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નેગેટિવ રોલમાં દેખાશે એવું કહેવામાં આવી રહ્યું છે. અમિતાભ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર છે. આજે પણ બચ્ચન પરિવાર અે સન્માનનીય પરિવાર ગણાય છે. બચ્ચનના ફેન ઘણી વિશાળ સંખ્યામાં છે.

દર રવિવારે બચ્ચન એક ફિક્સ ટાઇમ પર ઘરની બહાર આવે છે અને સૌને મળે છે. જોકે આ રવિવારે બિગ બીનાં ફેન્સને નિરાશ થવું પડ્યુ હતું કારણ કે તે ઘરની બહાર આવ્યા ન હતા. અને તેમનાં ફેન્સને મળ્યા ન હતાં. અમિતાભ બચ્ચનની ફેન ફોલોવિંગથી સૌ કોઇ વાકેફ છે. બિગ બી પણ તેમનાં ફેન્સને એટલું જ મહત્વ આપે છે.

બિગ બી પણ આ ફેન્સને ક્યારેય નિરાશ કરતા નથી. અમિતાભ બચ્ચન છેલ્લા 36 વર્ષથી દર રવિવારે જુહૂ સ્થિત તેમનાં ઘર જલસાની બહાર ફેન્સને મળે છે. ગઈકાલે એક ટ્વિટમાં તેમણે લખ્યુ હતું કે, ‘આપ સૌને સૂચિત કરુ છુ કે સ્વાસ્થ્ય ખરાબ છે ચિંતાની કોઇ વાત નથી, બસ બહાર આવવા અસમર્થ છું’ આ ટ્વીટ બાદ લોકોએ તેમના ખબર-અંતર પૂછવાની શરૂઆત કરી દીધી.

ફેન્સ પણ ચોંકી ગયા આખરે ટ્વીટ પર ટ્વીટ આવતાં બચ્ચને ફરી ટ્વીટ કરીને સૌનો આભાર માન્યો હતો. જેમાં લખ્યું હતું કે આ રવિવારે ફેન્સને ન મળવાની બાબત આટલા મોટા સમાચાર બની જશે. મને આદર અને સન્માન આફવા માટે આપ સૌને સ્નેહ..

Related posts

કોરોનાએ ડોક્ટરોને પણ ન છોડ્યા : દિલ્હીમાં 8 ડોક્ટરો શિકાર, 9 માસની ગર્ભવતી મહિલા ડોક્ટરને પણ કોરોનાનું સંક્રમણ

Karan

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Corona ઇફેક્ટ: વિદેશમાં ફસાયેલા ભારતીયોને હાલ પરત લાવવા મુશ્કેલ : કેન્દ્રએ હાથ ઉંચા કરી લીધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!