GSTV

સદીના મહાનાયક મહામારીનો શિકાર બનતા પહેલા આ બીમારીનો બની ચૂક્યા છે ભોગ

Corona

કોરોના પોઝિટિવથી સંક્રમિત અમિતાભ બચ્ચન પહેલાં પણ અનેક બીમારીઓનો સામનો કરી ચુક્યા છે. જેમાંથી કેટલીક બીમારીઓને તેઓ મ્હાત આપી ચુક્યા છે, તો કેટલીક બીમારીઓનો હજુ પણ સામનો કરી રહ્યાં છે. બીગ બીને હિપેટાઈટિસ-બીથી ત્રસ્ત હતા જેના કારણે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ગયું છે. તેઓ ટીબીને હરાવી ચુક્યા છે પરંતુ અસ્થમા જેવી બીમારીનો હજુ પણ સામનો કરી રહ્યાં છે. ત્યારે જોઈએ સદીના મહાનાયકને થયેલી બીમારીઓ અંગે….

એક ફાઈટ સીનમાં બીગ બીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

વર્ષ 1983માં આવેલી કુલી ફિલ્મનો ફાઈટ સીન સૌ કોઈને યાદ હશે. જૂની પેઢી તો ઠીક પણ આજના નવયુવાનને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ થયા હોવાનો ખ્યાલ હશે. આ ફિલ્મના એક ફાઈટ સીનમાં બીગ બીને ગંભીર રીતે ઈજા થઈ હતી. જેના કારણે શરીરની અંદર બ્લીડિંગને થતા તેમના શરીરમાં લોહીની ઘણી ઉણપ વર્તાઈ હતી. બીગ બીને તાત્કાલિક બ્લડ ચઢાવવા માટે લગભગ 200 ડોનર્સ પાસેથી 60 બોટલ લોહી એકઠું કરાયું. આ દરમિયાન થયેલી એક બેદરકારીને કારણે એક હિપેટાઈટિસ-બીથી સંક્રમિત વ્યક્તિનું લોહી પણ ચઢાવી દેવામાં આવ્યું હતું, જે બાદ તેઓ પણ હિપેટાઈટિસ-બીથી સંક્રમિત થઈ ગયા હતા.

અમિતાભ બચ્ચન

બીગ બીના પેટમાં પ્રોબ્લેમ થઈ હતી.

કુલી ફિલ્મ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ઘણી જ ખતરનાક હતી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. થોડાં વર્ષ પહેલા જ બીગ બીના પેટમાં પ્રોબ્લેમ થઈ હતી. ડાઈવર્ટિક્યુલાઈટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન નામની આ બીમારીની સારવાર માટે અમિતાભ બચ્ચને સર્જરી કરાવી હતી. આ બીમારીને પગલે તેમના પેટમાં અસહ્ય દુખાવો અને પાચનતંત્રમાં ગરબડ થઈ ગઈ હતી.

વિસ નામની બીમારીનો ભોગ બન્યા હતા

કુલી ફિલ્મ દરમિયાન થયેલી દુર્ઘટના બાદ ઝડપથી સ્વસ્થ થઈ જવાય તે માટે તેઓએ દવાઓનો ભારે ડોઝ પણ લીધો હતો. જેના કારણે થોડા સમયમાં જ બીગ બી માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીનો ભોગ બન્યા હતા. અમિતાભ બચ્ચનને વર્ષ 1984માં માલૂમ પડ્યું કે તેઓ ન્યૂરોમસ્ક્યુલર બીમારી માયસ્થેનિયા ગ્રેવિસ જેવી બીમારીથી પણ પીડિત છે. આ બીમારીમાં દર્દીને વીકનેસ અને ખૂબ જ થાક લાગે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ ટ્રીટમેન્ટથી તેના લક્ષણ ઓછા થાય તેવી શક્યતા છે.

તેઓએ રૂટીન ચેકઅપ કરાવ્યું

અમિતાભ બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હિપેટાઈટિસ-બી વાયરસના ઈન્ફેકશનથી તેમના લિવર પર કેવી અસર પડી હતી? આ વાત તેઓને લગભગ 18 વર્ષ બાદ ત્યારે ખબર પડી જ્યારે તેઓએ રૂટીન ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, વાયરસના કારણે લીવર ખરાબ રીતે સંક્રમિત થઈ ગયું હતું અને લિવર સિરોસિસ થઈ ગયું. પરિણામે વર્ષ 2012માં લિવરનો 75 ટકા સંક્રમિત ભાગ અલગ કરવો પડ્યો હતો. બિગ-બી હવે 25 ટકા લીવરની સાથે જ જીવન જીવી રહ્યાં છે. આ ઓપરેશન પછી તેમના લિવરનું ફંકશન નબળું પડી ગયું હતું. કુલી ફિલ્મના એક એક્સિડન્ટના પગલે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યુ કે અત્યાર સુધી તેમની સાઈડ ઈફેક્ટનો તેઓ ભોગ બની રહ્યાં છે.

ઓક્સીજનને લઈ જતી નળીઓને બંધ કરી દે

બીગ બી અસ્થમાની બીમારીથી પણ ત્રસ્ત છે. અસ્થમા ફેફસાં સાથે જોડાયેલી બીમારી છે. જેમાં બોડીના એરવેઝ સાંકળા થઈ જાય છે અને ઓક્સીજન યોગ્ય પ્રમાણમાં ફેફસાં સુધી નથી પહોંચ્તા. અસ્થમાનો એટેક મોટા ભાગે ત્યારે આવે છે જ્યારે ધૂળના કણ ઓક્સીજનને લઈ જતી નળીઓને બંધ કરી દે છે. અમિતાભ બચ્ચન ટયૂબરક્યુલોસિસ સામે પણ સંઘર્ષ કર્યો. આ તે સમય હતો ત્યારે તેઓ પોતાના કરિયરને ફરી પાટા પર ચડાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા. કરોડરજ્જૂની બીમારીનો ઉપચાર ઘણો જ કઠીન છે, જે લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો. આ સમયે બિગ બી એક દિવસમાં 8થી 10 પેન કિલર્સ ખાતા હતા કે જેથી પોપ્યુલર ગેમ શોનું શૂટિંગ અટકાવ્યા વિના કરી શકે.

દવા લઈ લેતા તેઓ એકદમ સ્વસ્થ

અમિતાભ બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્ષ 2000માં તેઓને ટીબી પણ થયું હતું. જો કે તેઓએ યોગ્ય સમયે દવા લઈ લેતા તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. જે બાદ બિગ બીએ કહ્યું હતું કે જો આ બીમારી તેમને થઈ શકે છે તો કોઈને પણ થઈ શકે છે.
મહાનાયક હાલ કોરોના જેવી મહામારીથી સંક્રમિત છે, ત્યારે બીગ બી એક શહેનશાહની જેમ કોરોનાને પણ મ્હાત આપશે તેવી પ્રાર્થના.

READ ALSO

Related posts

હૈદરાબાદનું ‘ભાગ્ય’/ ભાજપે TRSની શાનદાર જીતને ફિક્કી પાડી, ઓવૈસીના ગઢમાં ગાબડૂ પાડવામાં સફળ રહી ભગવા પાર્ટી

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1510 કેસ સાથે 18 લોકોના મોત, 92 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva

કંગનાની મુશ્કેલીઓ વધશે/ ખાપ પંચાયતની ખુલ્લી ચેતવણી, હિમ્મત હોય તો હરિયાણામાં આવી બતાવે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!