GSTV
Gujarat Government Advertisement

Corona vaccine/ અમિતાભ બચ્ચને લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, આ વાતને લઇ ફેન્સને કહ્યું સોરી…

અમિતાભ

Last Updated on May 16, 2021 by Damini Patel

કોરોના વાયરસની ચેપલમાં હાલ આખો દેશ આવી ચુક્યો છે. અને એનાથી બચવા એકમાત્ર ઉપાય છે એ છે વેક્સિન. ભારતમાં હવે વેક્સિનેશનનું કામ તેજીથી ચાલી રહ્યું છે. જાગૃત નાગરિકની જેમ બોલીવુડના સ્ટાર પણ કોરોના વેક્સિન લઇ રહ્યા છે. કેટલાકે તો પોતાની સેકન્ડ ડોઝ લઇ લીધી છે, હવે એમાં અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઈ ગયું છે.

ફેન્સને કહ્યું સોરી

શનિવારે અમિતાભ બચ્ચનએ કોરોનાની બીજી ડોઝ લઇ લીધી છે, જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી. બિગ બીએ વેક્સિનનો પહેલો ડોઝ એપ્રિલમાં લીધો હતો. હવે બીજો ડોઝ લીધા પર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ફેન્સને સોરી કહ્યું.

અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર એક ફોટો શેર કરતા જણાવ્યું કે તેમને કોરોના વેક્સિનની બીજી ડોઝ લઇ લીધી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું, ‘બીજી પણ થઇ ગઈ. કોવિડ વાળી, ક્રિકેટ વાળી નહિ. હસવા વાળા ઇમોજી સાથે ફરી લખે છે, ‘સોરી, સોરી આ ખુબ ખરાબ હતું.’

એપ્રિલમાં લીધો હતો પહેલો ડોઝ

અમિતાભ

એક એપ્રિલે અમિતાભ બચ્ચને ટ્વીટરર બ્લોગ દ્વારા પહેલી ડોઝ લેવા અંગે જાણકારી આપી હતી. એ સમયે તેમણે જણાવ્યું હતું કે અભિષેક બચ્ચનને છોડી તેમના પરિવારના તમામ સભ્યોએ વેક્સિનની પહેલી ડોઝ લઇ લીધી છે. જણાવી દઈએ કે એ સમયે શુટિંગમાં વ્યસ્ત અભિષેકે વેક્સિન લીધી ન હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel

બબાલ મચી/ Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!