GSTV
Home » News » KBCના મંચ પર આ અવાજ સાંભળી ભાવુક થયાં Big B, આંખમાંથી છલકાઇ આવ્યાં આંસુ

KBCના મંચ પર આ અવાજ સાંભળી ભાવુક થયાં Big B, આંખમાંથી છલકાઇ આવ્યાં આંસુ

કોન બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્સને સવાલની સફર કરાવાની સાથે તેમના સ્વપ્નોની મંજિલ સુધી પહોંચાડે છે. આ સમય દરમિયાન કેટલીક ખુશીના તો કેટલીક દુઃખની ક્ષણો પણ આવે છે. પરંતુ આવો સમય ક્યારેક જ આવે છે, જયારે મહાનાયકની આંખમાં નિરાશા છવાઈ જાય અને ગળા માંથી અવાજ પણ નથી નીકળી શકતો. ખરેખર આ સાંભળવાથી તમને બીગ બીના કોઈ ફિલ્મનો સીન હોય તેવું લાગશે પરંતુ આ હકીકત છે. તાજેતરમાં જ કેબીસીના નવા એપિસોડ માટેનો એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો. જેમાં અમિતાભ બચ્ચનના જીવનનું એક મહત્વપૂર્ણ પાસુ દર્શાવવામાં આવ્યું, જેને જોઈને દર્શક પણ ભાવુક બની ગયા હતા.

હકીકતમાં તાજેતરમાં જ રીલીઝ થયેલા પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેબીસીનો મંચ તૈયાર છે, સામે જ એક મહિલા કન્ટેસ્ટન્ટ હોટ સીટ પર છે. ત્યારે જ મંચ પર અમિતાભને તાળીઓની ગુંજ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.

જન્મદિવસની શુભેચ્છાઓ વચ્ચે ફરીથી પ્રસરે છે સન્નાટો અને એક અવાજ ગુંજી ઉઠે છે. આ અવાજ એક મહિલાનો છે. જે કવિતા ગાઈ રહી છે.

“આ ઝરોખે જરા સા..

ચાંદની પિછલે પહર કી …

પાસ મેં જો સો ગઈ હૈ…”

આ કવિતા સાંભળીને કેબીસીના મંચ પર એક બાજુ સન્નાટો છવાયેલો છે ત્યાં જ બીજી તરફ અમિતાભ બચ્ચન ભાવુક બની જાય છે.  સ્ટુડિયોથી લઈને સામે બેઠલા કન્ટેસ્ટન્ટના ચહેરાના ભાવ પરથી એક સવાલ સાફ નજર આવે છે. બધા અમિતાભની સામે જોઇને પૂછવા માંગે છે કે કોના અવાજે અમિતાભ બચ્ચનના આંખમાં આંસુ લાવી દીધા.

કેબીસીના મંચ પર ફેલાયેલું મૌન અમિતાભના આવજથી તૂટે છે, તેઓ બસ આટલું જ કહે છે, “આ માનો આવાજ છે.”

અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો એક વિડીયો અને માના અવાજમાં ગાયેલી કવિતા સાંભળીને દર્શક પણ ભાવુક નજર આવે છે.

તમને જણાવી દઈએ તો ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે, આ ખાસ અવસર પર કરોડપતિના મંચ પર તેમને ક્યારે પણ નહિ ભૂલાય એવી ભેટ આપવામાં આવશે. આ ખાસ એપિસોડ જલ્દીથી ઓનએર કરવામાં આવશે.

Related posts

Ranji Trophy: પાર્થિવ પટેલની ધૂંઆધાર સદી, 11 હજાર રનનો માઇલસ્ટોન પાર કરી રચ્યો ઇતિહાસ

Bansari

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi

વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી લેનાર 6 આરોપીઓની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!