ખેડૂતો બાદ સફાઇકર્મીઓની મદદે આવ્યાં Big B, આપી એવી ભેટ કે તમે પણ કહેશો ‘વાહ’

અમિતાભ બચ્ચને ગટરો અને નાળાની હાથથી સફાઇ કરનાર સફાઇ કર્મચારીઓની મદદ કરવાનું પોતાનું વચન નિભાવતા તેમના માટે મશીનોની વ્યવસ્થા કરી છે.

બિગ બીએ રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, હાથોથી સફાઇ કરતાં કર્મીઓની અમાનવીય સ્થિતીને જોતાં મે તેમના માટે 50 મશીન ખરીદવાનું વચન આપ્યું હતુ. આજે મે તે વચન નિભાવ્યું. સફાઇકર્મીઓને 25 નાની અલગ-અલગ મશીનો અને બીએમસીને એક મોટી ટ્રક મશીન ઉપહારમાં આપી છે.

24 નવેમ્બરના રોજ પત્ર લખીને અમિતાભે મેન્યુઅલ સ્કેવેંજર એસોસિએશન(એમએસએ) તથા બીએમસીને જણાવ્યું હતું કે તે ગટરોમાં તથા નાળાઓમાં સફાઇ માટે ઉતરતાં સફાઇકર્મીઓ માટે કંઇક કરવા માગે છે.

તેમણે કહ્યું કે, મારુ યોગદાન સફાઇકર્મીઓને આ અમાનવીય કામ કરવાથી રોકવાનો અને તેમને સમાજમાં સન્માન તથા ગરિમા અપાવવા માટે છે. બિગ બીએ સફાઇકર્મીઓ માટે મશીનો ખરીદવા માટે 50 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

બિગ બીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હું બીએમસીને એક મોટી મશીન તથા સફાઇકર્મીઓને નાની મશીનો દાન કરી રહ્યો છુ. તેમણે બીએમસી તથા એમએસએને મશીનોના યોગ્ય પ્રયોગનો સતત રિપોર્ટ આપવાનો આગ્રહ પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બિગબીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવુ ચુકવ્યું હતું. તેવામાં હવે મહારાષ્ટ્ર બાદ હવે તેઓ ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું ચૂકવશે. ખેડૂતો માટે બિગ બી તેમની ખાનગી મુલાકાત કરશે અને તેમને બેંકના પત્ર સોંપશે. બિગ બીના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ 70 ખેડૂતો માટે મુંબઇ આવવા અને બેંકના પત્ર ગ્રહણ કરવાની વ્યવસ્થા કરશે. ત્યારે ઉત્તરપ્રદેશના 1398 ખેડુતોનું 4.05 કરોડ રૂપિયાથી વધુ દેવું ચૂકવશે. બિગ બી ખેડૂતોનું દેવું ચૂકવવા માટે બેંક ઓફ ઇન્ડિયાની સાથે ‘ઓટીએસ: વન ટાઇમ સેટલમેન્ટ’ કર્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter