GSTV

અડધી રાતે Big Bને આ શું સૂઝ્યુ, એક Tweetથી હજારો લોકોની ઉંઘ થઇ ગઇ હરામ

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ રહે છે, તેમના ટ્વીટ અને કવિતા વાયરલ થતા રહે છે. ઇસ્ટાંગ્રામ પર એક પોસ્ટ શેર કી છે, જે અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કરી હતી, જેને લઇને ફેન્સ તેમની મજાક ઉડાવવા લાગ્યા તેમજ ઘણા તેમની તબિયતને લઇને ચિંતા કરવા લાગ્યા હતા.

અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું કે, યાર આ ચશ્માની ફેશન કોણે બનાવી છે? પર જેણે પણ બનાવી બરાબર બનાવી છે. આંખોની ચારે બાજુ ગડબડ એઠલે કે આગળ ડિફેક્ટ થવું, તે છિપ એટલે કે હાઇડ થઇ જાય છે. રાતે 3 વાગ્યે શેર કરેલી આ પોસ્ટ પછી લોકો બિગ બિ પર હસી રહ્યાં છે અથવા ચિંતા કરી રહ્યાં છે.

રાત્રે મોડા સુધી સોશિયલ મીડિયા પર બિગ બીના ફેન્સે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. સર તમે હજુ નથી સુતા? તો સર શું થયુ? આજે ઉંઘ નથી આવતી? વગેરે જેવા લોકો સવાલો કરવા લાગ્યા હતા. આ સિવાય એક યુઝરે લખ્યુ કે, સર રાતના 3 વાગે અમને સમજાય છે કે, તમને અમારી સાથે જોડાઇ રહેવુ કેટલું ગમે છે. બીગ બી એ 50 વર્ષ બોલીવુડમાં પુરા કરી લીધા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બીના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં ચહેરે, ગુલાબો-સિતાબો, ઝુંડ, બ્રમ્હાસ્ત્ર શામિલ છે.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!