GSTV
Home » News » મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ચિરંજીવીની ફિલ્મમાં કામ કરવા માટે એક રૂપિયો પણ ન લીધો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ચિરંજીવીની ફિલ્મમાં કામ કરવા માટે એક રૂપિયો પણ ન લીધો

આન્ધ્ર પ્રદેશમાં  ચિરંજીવીનું નામ બહુ માનથી લેવાય છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ ચિરંજીવી પ્રત્યે મિત્ર ભાવ અને માન છે. બન્ને એકબીજાને વરસોથી ઓળખે છે, અને તેમના સંબંધો બહુ સારા છે. બન્નેને એકબીજા પ્રત્યે  આદર છે. 

ચિરંજીવીએ પોતાની ફિલ્મ ‘સૈ રા નરસિંમ્હા રેડ્ડી’માં એકનાનકડો રોલ કરવા માટે અમિતાભ બચ્ચનને વિનંતી કરી હતી. એક પણ ક્ષણ ગુમાવ્યા વિના અમિતાભે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આમાં રસપ્રદ વાત એ છે કે બોલીવૂડના સૌથી વધુ વ્યસ્ત ગણાતા કલાકારમાંના બિગ બીએ આ ફિલ્મ માટે પોતાનો સમય અને અભિનય માટે એક પણ પાઇ લીધી નથી. તેમણે આ ફિલ્મ મિત્રભાવે જ કરી છે.

” દક્ષિણની ફિલ્મઇન્ડસ્ટ્રીમાંના બે સુપરસ્ટાર રજનીકાન્ત અને ચિરંજીવીને હું કોઇ પણ કામ માટે ના પાડી શકું નહીં. તેમણે ફક્ત મને ફક્ત પોતાનું કામ કરવા માટે મને કહેવું જોઇએ, અને હું તરત જ  તેમનું કામ કરવા રાજી થઇ જાઉં છું,”તેમ અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું.

આ ફિલ્મમાં અમિતાભ મહેમાન ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલાં પણ બિગ બીએ તેના મિત્ર માટે એક પણ પાઇ લીધા વીના કામ કર્યું છે.

Read Also

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!