Big Bએ 1300થી વધુ ખેડૂતોનું ચુકવ્યુ દેવુ, એશ્વર્યા કે જયા નહી આ વ્યક્તિના હાથે કરાવ્યું ચેકનું વિચરણ

બોલિવુડના મહાનાયક બિગ બીએ મહારાષ્ટ્રના 350થી વધુ ખેડૂતોનુ દેવુ ચૂકવ્યા બાદ હવે ઉત્તર પ્રદેશના ખેડૂતોનુ દેવુ ચૂકવ્યુ છે. તેણે ઉત્તર પ્રદેશના 1348 ખેડૂતોનુ આશરે 4 કરોડ રૂપિયાનુ દેવુ ચૂકવ્યુ છે. તેને માટે તેમણે બેંક ઓફ ઈન્ડિયાથી વન ટાઈમ સેટલમેન્ટ પ્લાનની ડીલ કરી અને બધા જ દેવાને એકવારમાં પૂરુ કરી દીધુ.

જે ખેડૂતોનુ દેવુ બિગ બીએ ચૂકવ્યુ છે, તેમને BOIનુ OTS વહેંચવાનુ કામ તેમની દીકરી શ્વેતા બચ્ચનના હાથે કરાવવામાં આવ્યુ. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન દીકરીઓને ઘરની લક્ષ્મીં માને છે. આ વાતને અમલમાં લાવતા તેમણે હરિવંશ રાય બચ્ચનના જન્મદિન પર આજે ખેડૂતોને OTS પોતાની દીકરીના હાથે અપાવ્યા.

યુપીના કુલ 1398 ખેડૂતોમાંથી 70 ખેડૂતોને મુંબઈ આવીને બેંકમાંથી પોતાના દેવા ભરપાઈનો લેટર લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ. 26 નવેમ્બેરે બિગ બીએ જાતે એક ઈવેન્ટમાં આ ખેડૂતોને લેટર આપ્યો. અમિતાભ બચ્ચને ખેડૂતોને આવવા માટે ટ્રેનનો આખો કમ્પાર્ટમેન્ટ બુક કરાવ્યો હતો, જેથી તેમને મુંબઈ આવવામાં કોઈ તકલીફ ન પડે.

જણાવી દઈએ કે, આ અગાઉ પણ બિગ બીએ મહારાષ્ટ્રના 350 ખેડૂતોનુ દેવુ ચૂકવ્યુ હતુ. સાથે જ સૈન્યના જવાનોના પરિવારજનોને આર્થિક સહાયતા પણ મોકલી હતી. સાથે જ અમિતાભ બચ્ચને ગટરો અને નાળાની હાથથી સફાઇ કરનાર સફાઇ કર્મચારીઓની મદદ કરવાનું પોતાનું વચન નિભાવતા તેમના માટે મશીનોની વ્યવસ્થા કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter