GSTV
Home » News » ‘અરે ભૈ હજુ તો…’ રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે Big Bનો મોટો ખુલાસો

‘અરે ભૈ હજુ તો…’ રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે Big Bનો મોટો ખુલાસો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રિટાયર થવાના છે, તે વાતની ચર્ચા ચારેકોર થઇ રહી છે.તેમણે તેમના બ્લોગ પર લખ્યું હતુ ંકે, ” હવે મારે રિટાયર થવું જોઇએ. ૧૨ કલાકારની મુસાફરીથી હું સખત થાકી ગયો.મારી આંગળીઓ કાંઇક લખે છે અને મગજ કાંઇક વિચારે છે. ” તેમના આ લખાણ પરથી તે રિટાયર્ડ થવાના છે, તેમ લોકોએ માની લીધું હતું.

અમિતાભના ખાસ મિત્રે આ બાબતે પ્ષ્ટતા કરતાં કહ્યુ હતુ કે, ” તેમના રિટાયર્ડ થવાની કોઇ યોજના નથી. તેમનો ‘રિટાયર’ શબ્દનો અર્થ છે. તે થાકી ગયા છે, અને થોડો આરામ લેવા માંગે છે. આનાથી વધારે કાંઇ નથી. રિટાયર થવાની તેમની કોઇ યોજના નથી. આ સમય આવવાને હજી બહુ વાર છે. તેઓ હજી ૨૦ વરસ સુધી કેમેરા સામે રહીને કામ કરી શકશે.”

અમિતાભનું સ્વાસ્થ્ય  હાલ થોડું નબળુ હોવાથી તેના તબીબો અને પરિવારજનો તેમને થોડો સમય બ્રેક લેવાની સલાહ આપી રહ્યા છે. જેથી તેમનામાં પહેલા જેવી સ્ફુર્તિ, શક્તિ અને સ્ટેમિના આવી જાય તેમણે થોડો સમય રામ લેવાની જરૂર છે. ૧૫ દિવસથી એક મહિનાનો બ્રેક તેમના માટે મહત્વનો છે. તેમ તેમના પરિવારની એક વ્યક્તિએ જણાવ્યું હતું.

જણાવી દઇએ કે પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૭૭ વર્ષની વયે પણ સતત કામ કરી રહ્યા છે. તેની પાસે હાલ પણ ઘણી ફિલ્મો છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડવાથી તેમણે હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ સારવાર માટે રહેવું પડયું હતું. તેમના તબીબો તેમજ પરિવારજનો તેમને આરામ કરવાની સલાહ સતત આપી રહ્યા છે. પરંતુ અમિતાભ હાલ પોતાના કમિટમેન્ટ પુરા કરવામાં વ્યસ્ત છે.

હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગ પર જણાવ્યું હતું કે, હવે તેનું શરીર તેને રિટાયર થવાનો ઇશારો કરી રહ્યું છે. હાલમાં તેણો પોતાની કાર દ્વારા મનાલી સુધીની સફર કરી હતી. ત્યાં તેઓ ફિલ્મ બ્રહ્માસ્ત્રની  શૂટિંગ કરવા ગયા હતા. અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, લાંબી યાત્રા બાદ મારા શરીરે  સંકેત આપી દીધો છે કે હવે મારો રિટાયર થવાનો સમય આવી ગયો છે. 

બિગ બીએ મનાલી સુધીની પોતાની ૧૨ કલાકની સફર વિશે લખ્યું છે કે, આ એક થકાવી દેનારી સફર હતી. મને લાગે છે કે હમે મારે રિટાયર્ડ થઇ જવું જોઇએ. મારું મગજ કાંઇક વિચારી રહ્યું છે અને આંગળીઓ કાંઇ અલગ જ…આ ઇશારો છે…

ઉલ્લેખનીય છે કે, અમિતાભ પાસે હાલ બ્રહ્માસ્ત્ર  ઉપરાંત ચહેરે, ઝુંડ, અને ગુલાબો સિકાબો છે. હવે તેના ટચૂકડા પડદાનો રિયાલિટી શો બંધ થઇ રહ્યો છે.

Read Also

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!