GSTV

તબિયત બગડતા KIFFમાં ન પહોંચી શક્યા અમિતાભ બચ્ચન, માંગી માફી

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોલકાતાના ૨૫મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં નબળા સ્વાસ્થયને કારણે હાજરી આપી શક્યા નહીં. તેમણે સોશિયલ મીડિયાના પોતાના અકાઉન્ટ  પર  આ બાબતે માફી માંગી હતી. 

મારે કોલકાતામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉદઘાટન કરવા જવાનું હતું. પરંતુ મારા ખરાબ સ્વાસ્થયને કારણે હું જઇ શક્યો નહીં. આ ફેસ્ટિવલના આયોજકો અને કોલકાતાના લોકોની માફી માંગુ છું. હું ભવિષ્યમાં ચોક્કસ કોલકાતા આવવાનો પ્રયાસ કરીશ, તેમ અમિતાભે સોશિયલ મીડિયાના પોતાના અકાઉન્ટ પર જણાવ્યું હતું. એને બદલે શાહરૂખ ખાને આ ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કર્યું હતું. 

ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન હંમેશા અહીં આવે છે. પરંતુ આ વખતે તેઓ આવી શક્યા નથી.  તેમની તબિયત થોડી ખરાબ હોવાથી ડાકટર્સે તેમને   સફર કરવાની મંજુરી આપી નથી. 

મમતા બેનર્જીએ એ પણ વધુમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે અમિતાભ બચ્ચને તેમને સંદેશો પાઠવીને પોતાની કથળેલી તબિયતના સમાચાર આપ્યા હતા. તેમણે અને જયાજીએ મારી સાથે વાત કરી હતી. અમે તેમના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અમિતાભ ભલે આજે અહીં આવી શક્યા નથી, પરંતુ મને ખાતરી છે કે, તેમનું મન આ જ ફેસ્ટિવલમાં હશે. અમે તેમના વગર આ ફિલ્મ ફેસ્ટિવલની કલ્પના જ કરી શકતા નથી. 

READ ALSO

Related posts

આ દંપત્તિની ઝિંદગી એ હદે નર્ક સમાન બની ગઈ છે કે તેમણે હવે મૃતદેહો ગણવાનું જ છોડી દીધું છે

Mayur

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!