GSTV
Home » News » બોલીવુડમાં સૌથી વધુ Income Tax ભરનાર એક્ટર બન્યા અમિતાભ બચ્ચન, ખેડૂતોની પણ કરી હતી મદદ

બોલીવુડમાં સૌથી વધુ Income Tax ભરનાર એક્ટર બન્યા અમિતાભ બચ્ચન, ખેડૂતોની પણ કરી હતી મદદ

બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો છે અને 76 વર્ષની વયે પણ કામ પ્રત્યેના બીગ બીના લગાવથી લોકો આશ્ચર્ય અનુભવે છે.અમિતાભે આ ઉંમરે પણ બોલીવૂડના તમામ કલાકારોને ટેક્સ ભરવામાં પણ પાછળ પાડી દીધા છે.

2018-19ના વર્ષમાં બીગ બી બોલીવૂડમાંથી સૌથી વધુ ટેક્સ ભરનારા એક્ટર બન્યા છે.અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપ્યુ છે.મળતી વિગતો પ્રમાણે બીગ બીએ તાજેતરમાં પુરા થયેલા નાણાકીય વર્ષમાં 70 કરોડ રુપિયા ટેક્સ ભર્યો છે.

જોકે માત્ર ટેક્સ ભરવામાં નહી સામાજીક સેવાકાર્યોમાં પણ તેઓ કયારેય પાછળ રહ્યા નથી.તાજેતરમાં તેમણે બિહારના 2084 જેટલા ખેડૂતોને મદદ કરી છે.પુલવામા શહિદોના પરિવારજનોને પણ તેમણે 10-10 લાખ રુપિયા સહાય પેટે આપ્યા હતા.

અમિતાભ આ વયે પણ જબરદસ્ત અભિનય કરીને હિટ ફિલ્મો આપી રહ્યા છે.તાજેતરમાં રજૂ થયેલી તેમની ફિલ્મ બદલાએ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

Read Also

Related posts

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar