GSTV

એકદમ સાદું હતું અમિતાભ બચ્ચનના લગ્નનું કાર્ડ, જાનમાં હતા 5 જણ

Last Updated on June 3, 2019 by

બોલિવૂડમાં અમિતાભ અને જયાની જોડીને આઈડિયલ કપલ કહેવામાં આવે છે. એવોર્ડ ફંકશન હોય કે પાર્ટી બંને સુપરસ્ટાર સાથે જ જોવા મળે છે. 3 જૂનના રોજ બંનેના લગ્નને 46 વર્ષ પૂરા થયા. ઋષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ગુડ્ડી માટે પહેલા જયા સાથે અમિતાભને કોસ્ટ કર્યા હતા.

પછી અમિતાભને આ ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણકારો માને છે કે અમિતાભ માટે જયાને પ્રેમ અને સહાનુભૂતિ આ ઘટના પછી થઈ હતી. બંનેમાં ઓળખાણ પણ આ રીતે જ થઈ હતી. 1973માં અમિતાભ અને જયા સાથે ફિલ્મ અભિમાનમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મથી જ બંને એ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.

અમિતાભ આ ફિલ્મ પછી જયા સાથે વિદેશ ફરવા જવા માગતા હતા, પરંતુ અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચને ચોખ્ખું કહી દીધું કે જો તે ફરવા જવા માગતો હોય તો પહેલા જયા સાથે લગ્ન કરવા પડશે. એક સાદા રીતિ-રિવાજથી 3 જૂન 1973ના દિવસે અમિતાભ અને જયાએ લગ્ન કરી લીધા. અમિતાભના લગ્નનું કાર્ડ એકદમ સાદું હતું જેને હરિવંશરાય બચ્ચને સંબંધીઓને આપ્યું હતું. કાર્ડમાં હિન્દીમાં લખ્યું હતું, અમારા પુત્ર અમિતાભ અને શ્રીમતી અને શ્રી તરણ કુમાર ભાદુરીની સુપુત્રી જયાના શુભ-લગ્ન રવિવાર 3જૂને મુંબઈમાં સંપન્ન થશે.

તમારા આર્શિવાદની ઈચ્છા રાખીએ. અમિતાભના લગ્નની બધી વિધિ સાધી સાદી રીતે થઈ હતી. જાનમાં પિતા સાથે 5 લોકો સામેલ હતા. તેમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખાલી ગુલઝાર હતા. જયા બચ્ચન તરફથી પરિવારના સભ્યોની સાથે અસરાની અને ફરીદા જલાલે જાનનું સ્વાગત કર્યું હતું.

લગ્ન પછી જયાના પરિવારે ભોપાલમાં રિસેપ્શન આપ્યું હતું. જેમાં તમામ મોટા માણસો હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશના તે સમયના રાજ્યપાલ સત્યનારાયણ સિંહ અને કોંગ્રેસના નેતા અર્જુન સિંહ સાથે ઘણા નામી વ્યક્તિ હાજર રહ્યા હતા.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!