અમિતાભ અને ઐશ્વર્યા અગિયાર વરસ બાદ ફરી રૂપેરી પડદે આ ફિલ્મમાં જોવા મળશે

ઐશ્વર્યા રાય બચ્ચને મણિરત્નમની  ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મ કલ્કિ કૃષ્ણમૂર્તિની નવલકથા ધ સન ઓફ પોન્ની પર આધારિત છે. આ એક બિગ બજેટ ઐતિહાસિક ડ્રામા છે, જેને બાહુબલીની માફક બનાવાની યોજના છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરે તેવી શક્યતા છે. 

અમિતાભ આ ફિલ્મમાં કામ કરવા રાજી છે કે નહીં

સૂત્રની વાત સાચી માનીએ તો ઐશ્વર્યા રાય બચ્ચને મણિરત્નમની ફિલ્મ સાઇન કરી છે. હવે દિગ્દર્શક ઇચ્છે છે કે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં કામ કરે. તેમણે અમિતાભને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સંભળાવી છે. પરંતુ હજી સુધી જાણવા મળ્યું નથી કે અમિતાભ આ ફિલ્મમાં કામ કરવા રાજી છે કે નહીં. જો આમ થશે તો અમિતાભ અને ઐશ્વર્યા અગિયાર વરસ બાદ ફરી રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે. આ પહેલા તેઓ ૨૦૦૮માં ફિલ્મ સરકાર રાજમાં સાથે જોવા મળ્યા હતા. 

મણિરત્નમે અભિનેત્રી તરીકે ઐશ્વર્યાને  સાઇન કરી છે

આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના ટોચના કલાકારો કામ કરે તેવી શક્યતા છે. જોકે મણિરત્નમે અભિનેત્રી તરીકે ઐશ્વર્યાને  સાઇન કરી છે. દિગ્દર્શક ૧૪ જાન્યુઆરી પોંગલના શુભ દિને આ ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter