GSTV
Home » News » અમિત શાહનો ગુજરાત પ્રવાસ આ કારણે થઈ શકે છે રદ, લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપવાના હતા

અમિત શાહનો ગુજરાત પ્રવાસ આ કારણે થઈ શકે છે રદ, લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપવાના હતા

પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધના પગલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. નાગરિક સંશોધન એક્ટને પગલે છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ મહેસાણાના ઉંઝા ખાતે લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપવાના હતા. નોંધનિય છે કે ઉંઝા ખાતે મા ઉમિયાના સાનિધ્યમાં મહાલક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા દેશ વિદેશથી લાખો ભક્તો હાજરી આપવાના છે. આ મહાયજ્ઞમાં હાજરી આપવા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હાલમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ આગજનીના બનાવો પણ સામે આવ્યા છે. જેથી ગૃહમંત્રી અમિત શાહ પોતાનો ગુજરાત પ્રવાસ રદ્દ કરી શકે છે.

રામમંદિર મામલે અમિત શાહે કરી દીધો મોટો ખુલાસો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મદ્દેનઝર પાકુડ ખાતે જનસભા સંબોધી હતી. જેમાં તેમણે રામ મંદિર નિર્માણના સમય વિશે પણ જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, ચાર મહિનાની અંદર ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

ઝારખંડની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ પાંચમાં તબક્કાનું મતદાન 20મી તારીખનાં રોજ થવાનું છે. ત્યારે અમિત શાહે ઝારખંડમાં એક ચૂંટણી સભાને સંબોધીત કરતાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિ રામ મંદિરનું નિર્માણ ઈચ્છતો હતો. પણ કોંગ્રેસ અને તેના વકિલો કોર્ટમાં વિક્ષેપ પાડતા હતા. વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. 4 મહિનામાં જ આકાશને આંબતુ પ્રભૂ રામનું મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

ઝારખંડની ભૂમિના વખાણ કરતા અમિત શાહે કહ્યું હતું કે, આ ભૂમિ વીરોની છે. અંગ્રેજોને દેશ છોડવા માટે કોઈએ ચેતવણી આપી તો એ આ ભૂમિએ આપી છે. સંથાલ હૂલની લડાઈમાં લડતા લડતા અહીંના આદિવાસીઓએ બલિદાન આપ્યું અને અંગ્રેજોના દાંત ખાટા કરી નાંખ્યા. સાથે જ તેમણે મીર ઝાફરના કૃત્યોને ઉજાગર કરતાં કહ્યું હતું કે, તેના જેવો કોઈ પ્રતિનિધિ ચૂંટાય ને ન આવી જાય.

અમિત શાહે મુખ્યમંત્રી રઘુબર દાસની સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઝારખંડમાં જબરદસ્તી કરાવવામાં આવતું ધર્માંતરણ એ મોટો મુદ્દો હતો. પણ ભાજપની સરકાર આવ્યા બાદ ધર્માંતરણ બંધ કરવામાં આવ્યું. અને આદિવાસીઓની સહાયતાનું કામ કરવામાં આવ્યું.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

દુનિયાના 21 શહેરોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

જેલમાં ગયો ત્યારે 2 વર્ષનો હતો દિકરો, 22 વર્ષ બાદ પિતાને જોઈ…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!