GSTV
Home » News » આદિવાસી પટ્ટામાં અમિત શાહનો હુંકાર: કોંગ્રેસ આદિવાસીઓને હંમેશા અન્યાય કર્યો

આદિવાસી પટ્ટામાં અમિત શાહનો હુંકાર: કોંગ્રેસ આદિવાસીઓને હંમેશા અન્યાય કર્યો

લોકસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમા પર છે. ત્યારે આજકાલ ગુજરાતમાં રાજનિતીનાં અનેક રંગ જોવા મળે છે. ક્યારેક આ રંગ ચર્ચામાંથી આગળ વધતા ચર્ચિત બની જાય છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકિય પાર્ટીઓ ભરી પીવાનાં મૂડમાં છે. ભાજપને ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ છે. તો કોંગ્રેસ સમજે છે કે ગુજરાતની 26 પૈકી 15-16 બેઠકો પર કોંગ્રેસનો પંજો જમાવટ કરશે. જો કે તે મામલે બન્ને પાર્ટીનાં ઉચ્ચ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરે છે. ત્યારે આજે ભાજજ હાઇકમાન્ડ અમિત શાહે વડોદરા જિલ્લાનાં બોડેલીમાં જનસભા કરી હતી. તેમજ કોંગ્રેસ પર તાતા તીર મુક્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય  અધ્યક્ષ અમિત શાહે બોડેલીમાં જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસની સરકારે આદિવાસીઓની હમેશા અવગણના કરી છે, જ્યારે અમારી સરકારે આદિવાસીઓના હિત માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે.  કેન્દ્રની મોદી સરકારે ગરીબોને આવાસ અને ઉજ્જવલ્લા યોજનાનો લાભ આપ્યો છે. કોંગ્રેસે દેશમાં પાંચ વર્ષ સુધી શાસન કર્યુ હોવા છતા દેશનો વિકાસ ન થયો. કોંગ્રસે માત્ર ગરીબના નામે મત માગ્યા છે. જ્યારે અમારી સરકારે ગરીબોને સૌથી મોટી સહાય  આપવાની કામગીરી કરી છે.

અમિત શાહે કહ્યું કે, પૂર્વની કોંગ્રેસ સરકારે હમેશા ગુજરાત સાથે અન્યાય કર્યો. જવાહરલાલ નહેરુએ સરદાર સાહેબ, ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ અને સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સાથે અન્યાય કર્યો. વિકાસનાં હવનમાં કોંગ્રેસે હમેશા હાડકા નાખવાનું કામ કર્યુ છે.

READ ALSO

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel

મહારાષ્ટ્રના પાલઘરમાં બન્યો સૌથી વધુ નોટા દબાવવાનો રેકોર્ડ, હજારોની સંખ્યામાં લોકોએ નોટામાં આપ્યો વોટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!