GSTV
Gujarat Government Advertisement

અમિત શાહનો નવો ધ્યેય : દરેક જવાન વર્ષમાં પોતાના પરિવાર સાથે 100 દિવસ વિતાવી શકે

Last Updated on December 29, 2019 by Mayur

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના મુખ્યાલયનું શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેઓએ સીઆરપીએફના જવાનોની પ્રશંસા કરી હતી અને કહ્યું કે દેશની સુરક્ષા તમે કરો, તમારા પરિવારની ચિંતા અને સુરક્ષા અમે કરીશું. શાહે સીઆરપીએફને વિશ્વના સૌથી બહાદુર સશસ્ત્ર દળ ગણાવ્યું.

શાહે કહ્યું કે સીઆરપીએફના 2,181 જવાનોએ બલિદાન આપ્યું છે. શાહે કહ્યું કે સીઆરપીએફના જવાનોને પડતી મુશ્કેલી અંગે વડાપ્રધાન વાકેફ છે. ત્યારે દરેક જવાન વર્ષમાં પોતાના પરિવાર સાથે 100 દિવસ વિતાવે તેમ જણાવી, 100 રજાઓ અંગે એક કમિટી બનાવવાની જાહેરાત કરી. અને આ અંગે આગામી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવેશે તે વાત પર પણ ભાર મુક્યો. સાથે જ અમિત શાહે સીઆરપીએફના જવાનોની સાથે તેમના પરિવારના સભ્યોના પણ હેલ્થ ચેકઅપ થશે તેવી જાહેરાત કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તમાશો: હનુમાનનો વધ થઈ રહ્યો છે અને રામ ચૂપ બેસીને જોઈ રહ્યા છે, ભાજપના મૌનથી અત્યંત દુ:ખી હોવાનો ચિરાગે બળાપો ઠાલવ્યો

Pravin Makwana

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!