GSTV
Home » News » દલિતોને રિઝવવા અમિત શાહનો માસ્ટરપ્લાન, દિલ્હીમાં 3,000 કિલો ખીચડી રાંધશે

દલિતોને રિઝવવા અમિત શાહનો માસ્ટરપ્લાન, દિલ્હીમાં 3,000 કિલો ખીચડી રાંધશે

લોકસભાની ચૂંટણી અગાઉ દલિતો સાથે સંપર્ક વધારવા અને વિશ્વ વિક્રમ બનાવવા માટે ભાજપ અમિત શાહની દિલ્હીની રેલી વખતે અંદાજે ત્રણ લાખ દલિતોના ઘરેથી ભેગાં કરેલા ચોખા અને દાળથી ૩૦૦૦ કિલો ખીચડી રાંધશે. રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલી વખતે દિલ્હી ભાજપના એસસી મોર્ચાના કાર્યકર્તાએ ભેગી કરેલી સામગ્રીમાંથી સમરસ ખીચડી રાંધવામાં આવશે. મોદીએ પ્રધાનમંત્રી બનવું હશે તો એસસી અને એસટી સમુદાયને સાથે રાખવો પડશે. એટલા માટે જ ભાજપે દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

2 લાખ દલિતોના ઘરમાંથી ચોખા અને દાળ લવાઈ

રેલીને ભાજપ પ્રમુખ અમિત શાહ સંબોધશે. દિલ્હી ભાજપ એસસી મોર્ચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ જણાવ્યું હતું કે ત્રણ લાખ દલિત ઘરોમાંથી અમે અંદાજે બે લાખ ઘરોમાંથી સામગ્રી ભેગી કરી લીધી છે અને બાકીના ઘરોમાંથી પણ ટૂંક સમયમાં સામગ્રી ભેગી કરીલેવામાં આવશે. આ સાથે અમે ગિનિસ બુકના સંપર્કમાં છીએ અને આ કાર્યક્રમની નોંધ વિશ્વ રેકોર્ડ તરીકે થાય એનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ સૌથી વધુ ૯૧૮.૮ કિલો ખીચડી રાંધવાનો વિક્રમ પ્રખ્યાત શેફ સંજીવ કપૂર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ફેસ્ટિવલ વખતે નવેમ્બર ૨૦૧૭માં દિલ્હીમાં બનાવ્યો હતો.

મોદી સરકારને આ સમાજ સૌથી મોટો ફટકો પાડી શકે છે

મોદી સરકાર હાલમાં લોકસભામાં જડતોડના ગણિત ગણી રહી છે ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે કે, એસસી અને એસટી સમાજ મોદી સરકારથી દૂર થઈ રહ્યો છે. મોદી સરકારના સાંસદે પણ આ જ ગણિત પર રાજીનામું આપી દીધું છે. એલજેપીએ સરકાર પર દબાણ કરીને એટ્રોસિટિ એક્ટમાં સુપ્રીમે કરેલા ફેરફારોને ભલે સરકારે ન મંજૂર થવા દીધા પણ પાંચ રાજ્યોની ચૂંટણીના ગણિત કહી રહયાં છે કે એસસી અને એસટી સમાજ મોદી સરકારને સૌથી મોટા વિલન ગણે છે. આગામી લોકસભામાં પણ મોદી સરકારને આ સમાજ સૌથી મોટો ફટકો પાડી શકે છે.
તાજેતરની ચુંટણીમાં મધ્યપ્રદેશમાં બીજેપીને 10માંથી 8 લોકસભાની રીઝર્વ સીટ પર હાર મળી હતી. જેમાં ટ્રાઈબલની છ સીટો પર હાર મળી હતી. છત્તીસગઢમાં એસસીએસટીની પાંચ સીટ પર બીજેપીને હાર મળી હતી. 2014માં કુલ 131 એસટીએસસી સીટ પર બીજેપીને 67 સીટો પર વિજય મેળવ્યો હતો. જ્યારે હાલની પરિસ્થિતી પ્રમાણે જોતા લાગે છે કે 2019ની ચુંટણીમાં આટલી વોટબેન્ક મેળવવી બીજેપી માટે અશક્ય છે.

એમપીમાં દલિત આંદોલન ભાજપને નડ્યું

મધ્ય પ્રદેશમાં છેલ્લા બે વર્ષમાં થયેલ દલિત આંદોલનને કારણે બીજેપીને ચુંટણીમાં મોટો ફટકો પડ્યો હતો. મધ્ય પ્રદેશમાં ચુંટણીમાં 2013માં બીજેપીએ 35માંથી 28 એસસી રીઝર્વ સીટ પર જીત મેળવી હતી જ્યારે 2018માં માત્ર 18 સીટ પર જ જીત મળી હતી. રાજસ્થાનમાં 2013માં 32 એસસી હેઠળની સીટો મેળવી હતી, જ્યારે 2018માં 12સીટ મળી હતી. છત્તીસગઢમાં બીજેપીને સૌથી વધુ એસસી સીટોમાં ફટકો પડ્યો હતો. 2018માં 9 સીટ પરથી માત્ર 2 જ સીટ મળી હતી. છત્તીસગઢ, ઓડીસા અને ઝારખંડનો મોટા ભાગનો વિસ્તાર ટ્રાઈબલ છે. પરંતુ બીજેપી તે વિસ્તારોમાં પણ પોતાને ટ્રાઈબલના નેતા તરીકે રજૂ કરી શકી નથી.

ગુજરાતમાં પણ વહે છે ઉલટી ગંગા

બીજેપી હાલ સંઘર્ષ કરી રહી છે કે દલિતોનો પાછો વિશ્વાસ જીતી તેમની વોટ બેન્કને મેળવવા. જો તેવું થશે તો પાર્ટી કદાચ 2019ની ચુંટણીમાં એસસી રીઝર્વ સીટો પર જીત મેળવી શકે તેવી શક્યતા છે. હાલમાં ગુજરાતમાં દલિતો મામલે જિગ્નેશ મેવાણીએ સતત મોદી વિરોધી નિવેદનો કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં દલિતોનું સૌથી મોટું આંદોલન ચાલી રહ્યો છે. ભીમા કોરેગાંવ મામલે સરકાર ભરાયેલી છે. આમ મોદી સરકારને આ સમાજ ઘરે બેસાડી શકે છે. જેને પગલે મોદી સરકાર આ સમાજને પડખે લેવા માટે પ્રયત્નો કરી રહી છે. જો આ સમાજની નારાજગી દૂર ન થઈ શકી તો ટ્રાયબલ એરિયામાં મોદી સરકારને સૌથી મોટો ફટકો પડશે. યુપીમાં એસસી અને એસટી મતોના સહારે જ માયાવતી જોર કરી રહ્યાં છે.

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!