મહારાષ્ટ્રના મહા-સંગ્રામમાં ગઈકાલે સાંજ સુધી તો ભાજપ દૂર રહેલો દેખાતો હતો પરંતુ હવે તે ખુલ્લી રીતે મેદાનમાં આવી ગયો છે. મંગળવારે સાંજે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલે ૩૦મી જૂને ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપી દીધો છે. વાસ્તવમાં સમગ્ર ઘટનાક્રમ મંગળવારે વહેલી બપોરે દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળ્યા ત્યારથી શરૂ થઈ ગયો છે. આથી સ્પષ્ટ બને છે કે, મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી થઈ ચૂકી છે. આ મંત્રણા પછી દેવેન્દ્ર ફડણવીસ સુપર એક્ટિવ બની ગયા છે. દરમિયાન ‘ફ્લોર ટેસ્ટ’ના આદેશને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેની સુનાવણી સાંજે પાંચ વાગે શરૂ થવાની છે.

એવું પણ જાણવા મળ્યું છે કે મંગળવારે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મંત્રણા થઈ ત્યારે મહેશ જેઠમલાણી સહિત કેટલાક નામાંકિત વકીલો પણ ત્યાં ઉપસ્થિત હતા. સૂત્રો જણાવે છે કે તે મીટીંગમાં સરકાર રચના અને કાનુની વિકલ્પો વિશે ચર્ચા થઈ હતી. સાથે ફ્લોર ટેસ્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છેત ો શું થશે કે થઈ શકે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપે તો પહેલેથી જ કહી દીધું છે કે તે વિપ્લવી વિધાયકો અને અપક્ષોને સાથે રાખી સરકાર રચવા માગે છે આ દ્રષ્ટિએ અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આશરે બે કલાક સુધી મંત્રણા ચાલી હતી.
એવું લાગે છે કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે ભાજપ એટલા બધા આત્મવિશ્વાસમાં છે કે સરકારની રચના અને મંત્રાલયની ફાળવણી અંગે પણ ચર્ચા કરી હતી. અમિત શાહ સાથેની મીટીંગ પછી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાને પણ મળ્યા હતા. આ બંને વચ્ચે આશરે અર્ધો કલાક વાતચીત થઈ હતી. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, અમિત શાહ સાથેની મુલાકાત સમયે વિસ્તારથી રણનીતિ તૈયાર કરાઈ હતી. આ પછી ફડણવીસે તુર્ત જ મુંબઈ જવા રવાના થયા અને મોડી સાંજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી બહુમતિ નિશ્ચિત કરવા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની માગણી કરી હતી જે રાજ્યપાલે સ્વીકારી પણ હતી.
દરમિયાન ભાજપે તેના મહારાષ્ટ્ર એકમની ફરી મીટીંગ બોલાવી છે સાથે તમામ વિધાયકોને, મુંબઈ આવી હોટેલ તાજમાં રોકાવાનો આદેશ અપાઈ ગયો છે. રાજ્યપાલ તરફથી અપાયેલા ફ્લોર ટેસ્ટના આદેશને શિવસેનાએ અસંવૈધાનિક કહી તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શિવસેના તરફથી વકીલ અભિષેક મનુ સીંઘવીએ કહ્યું હતું કે, આ અત્યંત મહત્ત્વની બાબત છે આ અદાલતે તુરત સુનાવણી હાથ ધરી ફ્લોર ટેસ્ટ ઉપર ‘સ્ટે’ મૂકવો જોઈએ.
READ ALSO
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ