GSTV
Home » News » NRC મામલે અમિત શાહનો સંસદમાં મોટો ખુલાસો, ધર્મના આધારે નહીં કરાય કોઈની સાથે ભેદભાવ

NRC મામલે અમિત શાહનો સંસદમાં મોટો ખુલાસો, ધર્મના આધારે નહીં કરાય કોઈની સાથે ભેદભાવ

એનઆરસી મુદ્દે વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડી રહ્યા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે એનઆરસી મુદ્દે વિપક્ષના તમામ આરોપોના જવાબ આપ્યા. અમિત શાહે ધર્મના આધારે એનઆરસીમાં ભેદભાવ કરાતો હોવાની આશંકાને ફગાવતા કહ્યું કે એનઆરસીના આધારે નાગરિકતાની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે અને તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે કોઇ પણ ધર્મના લોકોએ એનઆરસીને કારણે ડરવાની જરૂર નથી.

આ એક પ્રક્રિયા છે કે જેના વડે દેશના તમામ નાગરિક એનઆરસીની યાદીમાં સામેલ થઇ શકે. એનઆરસીમાં એવી કોઇ જોગવાઇ નથી કે જેના આધારે એવું કહેવામાં આવે કે અન્ય ધર્મોના લોકોને તેમાં સામેલ કરવામાં નહીં આવે. તમામ નાગરિકો પછી તેમને ધર્મ ભલે ગમે તે હોય તે એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે.

કોને મળશે નાગરિકતા ?

એક અન્ય સવાલનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એનઆરસી અને સિટીઝન એમેડમેન્ડ બિલ બંન્ને અલગ અલગ વસ્તુ છે. પણ સરકાર એવું માને છે કે જે હિન્દુ શરણાર્થી આવ્યા છે. બૌદ્ધ, જૈન, સિખ, ક્રિશ્ચિયન અને પારસી શરણાર્થીઓ જે બહારથી આવ્યા છે તેમને નાગરિકતા મળવી જોઈએ. જેથી સિટીઝન અમેડમેન્ટ બિલ લઈ આવીને હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન આ તમામ ધર્મના શરણાર્થીઓ જે ધાર્મિક પ્રતાડનના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવ્યા છે. તેમને આ બિલ અંતર્ગત નાગરિકતા આપવામાં આવશે. સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ પરત લાવવામાં આવશે. જેનો NRC સાથે કોઈ સંબંધ નહીં હોય.

કાશ્મીરની સ્થિતિનો પણ કર્યો ઉલ્લેખ

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરની હાલની સ્થિતિ અંગે માહિતી આપી કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય હોવાનું જણાવ્યું. વિપક્ષો સતત કાશ્મીર મુદ્દે કાગારોળ મચાવી રહ્યા છે ત્યારે અમિત શાહે જણાવ્યું કે કાશ્મીરમાં કોઇ પણ પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુની સ્થિતિ નથી. ઇન્ટરનેટ સુવિધા ફરી શરૂ કરવાના સવાલના જવાબમાં ગૃહપ્રધાને જણાવ્યું કે અમે સ્થાનિક તંત્રને હાલની સ્થિતિનો તાગ મેળવવા કહ્યું છે તેમનો રિપોર્ટ આવ્યા બાદ જ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

24 કલાકમાં સમસ્યાનો આવી જાય છે ઉકેલ

સાથે જ તેમણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલના જવાબમાં હોસ્પિટલના આંકડાઓ ટાંકી જણાવ્યું કે સ્વાસ્થ્યને લઇને કોઇ જ મુશ્કેલી નથી. જે કોઇને પણ તકલીફ હોય તે મારો સંપર્ક કરી શકે છે. 24 કલાકમાં તેમની સમસ્યાનો ઉકેલ આવી જશે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં સ્કૂલ. હોસ્પિટલ અને બજારો રાબેતા મુજબ ખુલ્લા છે. તેમણે કાયદો અને વ્યવસ્થા મુદ્દે કહ્યું કે 5 ઓગસ્ટ બાદ પોલીસ ફાયરિંગમાં એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada

અમેરિકાનું જુઠ્ઠાણું આવ્યું સામે, ઈરાને કરેલ હુમલામાં 11 સૈનિકો ઘાયલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!