GSTV
Home » News » અડવાણીજીની વિરાસતને હું વિનમ્રતાથી આગળ વધારવાનો પ્રયાસ કરીશ: અમિત શાહ

અડવાણીજીની વિરાસતને હું વિનમ્રતાથી આગળ વધારવાનો પ્રયાસ કરીશ: અમિત શાહ

ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહે વંદે માતરમના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મને 1982ના દિવસો યાદ આવે છે જ્યારે મેં બુથના અધ્યક્ષ તરીકે અહીં કામ કર્યું હતું. બુથના પોસ્ટર ચોંટાડતા અને પ્રચાર કરતા હું અહીં સુધી પહોંચ્યો છું.

તેમણે ભારતીય જનતા પાર્ટી વિશે જણાવ્યું હતું કે, અહીં મારા વરિષ્ઠ નેતા છે. મારા જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીને નીકાળી દો તો શૂન્ય બાકી રહે છે. જે પણ મેં શીખ્યું તે ભારતીય જનતા પાર્ટીની દેન છે. અહીં લાલ કૃષ્ણ અડવાણી, અટલજી અને પુરષોતમ માળવંકર સાંસદ રહ્યા છે. ત્યારે મારું સૌભાગ્ય છે કે અહીંથી હું ઉમેદવારી નોંધાવું છું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, હું જનતાની વચ્ચે રહેનારો માણસ છું. આ ચૂંટણી એક જ મુદ્દા પર લડશે કે આ દેશનું નેતૃત્વ કોણ કરશે ? આજે દેશમાં મોદી મોદી એક જ નામ ચર્ચાય છે. 70 વર્ષોથી દેશની જનતા જે નેતૃત્વની રાહ જોઈ રહી હતી તે નરેન્દ્ર મોદી એ આપ્યું છે.

તેમણે જનતાને હુંકાર કર્યો હતો કે ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતાવી દઉં અને ગાંધીનગરના વિકાસની વાત કરી હતી. તેમણે કહ્યું કે, અડવાણીજીની વિરાસતને હું વિનમ્રતાથી આગળ વધારવાનો પ્રયાસ કરીશ.

Read Also

Related posts

શ્રીનગર- જમ્મુમાં ફરી હિંસા : કરફ્યુ લદાયો, ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

Mayur

રાજનાથ સિંહના એક નિવેદનથી ફફડી ગયેલા ઈમરાન ખાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

Mayur

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના 14 દેશોએ ભારતને એક દેશે પાકિસ્તાનને સાથ આપ્યો, જાણો કોણ છે એ એક દેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!