GSTV

પ્રવાસીઓને અમે મોકલવા તૈયાર પરંતુ મમતા સરકાર છે કે કશું બોલતી નથી: અમિત શાહ

Last Updated on May 9, 2020 by Alap Ramani

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પશ્વિમ બંગાળ અને કેન્દ્ર વચ્ચે ઘમાસાણ સર્જાયુ.. પશ્વિમ બંગાળમાં પ્રવાસી મજૂરોને પ્રવેશ ન આપવામાં આવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારનો આરોપ છે કે, મમતા સરકાર શ્રમિકોને રાજ્યમાં પ્રવેશ આપતી નથી. મમતા સરકારના વલણના કારણે શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દેશના અલગ-અલગ રાજ્યમાંથી મજૂરો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોને વતન પહોંચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.  આ પહેલા પણ કોરોના મુદ્દે કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ટકરાવ થયો હતો. કેન્દ્ર સરકારે બંગાળ  પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં 1678 કોરોના પીડિત

પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે પરિસ્થિતી વણસી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોના નવા મામલાઓ સામે આવવાની સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. સોમવાર સુધીમાં બંગાળમાં કુલ કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 516 હતી જે શુક્રવારે વધીને 561 થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં શુક્રવાર સુધીમાં કોરોના પીડિતોની સંખ્યા 1678 થઈ ગઈ છે, જેમાં 88 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના તપાસની ગતિ પણ વધી છે હવે દરરોજ 2500 થી 3000 સેમ્પલનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ મોટી સંખ્યામાં નવા કેસો પણ મળી આવ્યાં છે.

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને પણ ડરી ગયા

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!