GSTV
Home » News » ચશમા પહેરીને અમિત શાહે પતંગ ચડાવી અને આ દિગ્ગજ નેતાએ પકડી ફિરકી

ચશમા પહેરીને અમિત શાહે પતંગ ચડાવી અને આ દિગ્ગજ નેતાએ પકડી ફિરકી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની મજા માણી. અમિત શાહ નવા વાડજના સ્વામિનારાયણ પાર્કમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. અમિત શાહનું આગમન થતાં જ આસપાસના ધાબા પરના પતંગરસિયાઓએ ઉત્સાહભેર અને ચિચિયારીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. ધાબા પર પહોંચીને અમિત શાહે પતંગના પેચ લડાવ્યા હતા. અમિત શાહે પતંગ ઉડાવ્યો ત્યારે તેમની ફિરકી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પકડી હતી.

અમિત શાહની સાથે કૌશિક પટેલ તેમજ અન્ય પ્રધાનો તેમજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ તો ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજકીય પેચ લડાવવામાં અને તેમના વિરોધીઓની પતંગ કાપવામાં માહેર છે. ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ કોની પતંગ કાપે છે તેના પર સૌની નજર છે.

તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ અમિત શાહ સાથે ઉત્તરાયણની મજામાળીને પતંગો ચગાવી. લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પતંગ ખૂબ ઉચે ચગશે તેવો આશાવાદ પણ જીતુ વાઘાણીએ વયક્ત કર્યો છે.

Related posts

ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પ્રતિજ્ઞા લીધી, પરિણામના દિવસે ચુપ રહેશે

Arohi

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

Mansi Patel

ધોરણ 10નું રિઝલ્ટ જાહેર! કુલ 66.97 ટકા પરિણામ, 79.63 ટકા સાથે આ જિલ્લો પ્રથમ ક્રમે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!