GSTV
Home » News » ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે. આશ્ચર્યની વાતએ છે કે 2014ની ચૂંટણી કરતા પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને સૌથી વધુ 888210 મત મળ્યા છે. તેમજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 554568 મતોના માર્જિનથી જીત હાંસલ કરી છે ત્યારબાદ સુરત અને નવસારીના ઉમેદવારોએ પણ પાંચ લાખથી લઇ સાડા પાંચ લાખ મતોની સરસાઇથી જીત મેળવી છે.


વડોદરા બેઠક ભાજપે પોણા પાંચ લાખની સરસાઇથી જીતી છે ત્યારે વલસાડ, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ પશ્ચિમ અને બનાસકાંઠાની બેઠક ત્રણ લાખથી વધુ સરસાઇથી જીત મેળવી છે. ઉપરાંત બે લાખથી વધુની સરસાઇથી જીત મળી હોય તેવી બેઠકોમાં કચ્છ, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, પોરબંદર, જામનગર, ખેડા, પંચમહાલ અને બારડોલીનો સમાવેશ થાય છે.
આ સિવાયની તમામ બેઠકો ભાજપે એક લાખથી વધુની સરસાઇથી જીતી લીધી છે.

આ બેઠકોમાં પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, આણંદ, દાહોદનો સમાવેશ થાય છે. આમ ભાજપે ગુજરાત લોકસભાની ચૂંટણીના તમામ રોકોર્ડ તોડી દીધા છે. તમામ ઉમેદવારો એક લાખથી લઇને સાડા પાંચ લાખના મતની સરસાઇથી જીત્યા છે. સીધી રીતે કહીએ તો કોંગ્રેસના સુપડાં ભાજપે સાફ કરી દીધાં છે. કોંગ્રેસની આટલી ખરાબ હાલત થશે તેવી કલ્પના ભાજપના ટોચના નેતાઓએ કરી નહોતી.


આશ્ચર્યની વાતએ છે કે, કોંગ્રેસને જે બેઠકો જીતવાનો વિશ્વાસ હતો તેવી પાટણ, આણંદ, છોટા ઉદેપુર તથા અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠક પણ કોંગ્રેસે મોટા માર્જિનથી ગુમાવી છે. જે સૌ કોઇ માટે આંચકાજનક છે.

Read Also

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!