GSTV
Home » News » આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

કેબિનેટે નાગરીક્તાના કાયદામા સુધારા કરતા બિલને મંજૂરી આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે હવે તેને સોમવારે લોકસભામાં રજુ કરવામાં આવશે. આ બિલને ગૃહ પ્રધાન અમિત શાહ રજુ કરશે અને તેના ફાયદા અંગે લોકસભાને જાણકારી આપશે.આ બિલનો હાલ વિરોધ થઇ રહ્યો છે અને વિપક્ષ દાવો કરી રહ્યો છે કે આ બિલ કોમવાદી છે અને ધર્મના આધારે નાગરિક્તા નક્કી ન કરવામાં આવે.

આ બિલને મંજૂરી મળી જાય તો બાદમાં તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. આ બિલમાં એવી જોગવાઇ છે કે જે પણ પાકિસ્તાની, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓ હોય અને ભારતમાં રહેતા હોય તો તેમને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.

જોકે આ શરણાર્થીઓમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને હિંદુ, ખ્રિસ્તી, જૈન, પારસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પગલે આ મામલે ભારે વિવાદ થયો હતો.  આશરે છ દસકાથી નાગરિક્તાના કાયદામાં સુધારા નથી કરવામાં આવ્યા, સરકારની એવી દલીલ છે કે ભારતમાં અનેક એવા લોકો પણ રહે છે કે જેઓ કાયદા પ્રમાણે અહીંના નાગરિક નથી અને તેમ છતા વર્ષોથી અહીં રહે છે.

સરકારના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર, 2014 પહેલા જે પણ વ્યક્તિ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારો સહન કર્યા બાદ ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા છે તેમને આ નાગરિક્તા આપવામાં આવશે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નહીં આવે. આ બિલને લોકસભામાં તો પસાર કરી દેવામાં આવશે પણ રાજ્ય સભામાં તેને પસાર કરવું મુશ્કેલ છે.

READ ALSO


Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

વિતેલા જમાનાના બે શાનદાર એક્ટર વચ્ચે ટ્વીટર વૉર, CAA પર આમને સામને આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!