GSTV
Home » News » ગાંધીનગરથી નહીં, 30 માર્ચે રોડ શો દ્વારા આ શહેરથી લોકસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે અમિત શાહ

ગાંધીનગરથી નહીં, 30 માર્ચે રોડ શો દ્વારા આ શહેરથી લોકસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચે અમદાવાદ પહોંચશે. તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેથી અહીં આ બંને શહેરોની વચ્ચે 30 કિમી લાંબો રોડ શો કરીને પાર્ટીનો પ્રચાર કરશે. શનિવારે તેઓ પોતાનુ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કાર્યાલય જશે, જ્યાં ફોર્મની સાથે પોતાની સંપત્તિના દરેક વિવરણોની સાથે એક હલ્ફનામુ પ્રસ્તુત કરશે. આ સિવાય તેઓ સમર્થકોની સાથે થલતેજના રહેઠાણ પર મોટો રોડ શો કરશે.

પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહ પોતાના કાફલાની સાથે કારમાં હશે. તેઓ ગાંધીનગર કલેક્ટર ઑફિસ જવાના છે. જોકે, અમિત શાહ માટે ખુલ્લી જીપની યોજના પણ બની રહી છે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહને ગાંધીનગર બેઠક માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારી દાખલ કર્યા બાદ અમિત શાહ રવિવારે ગુજરાતમાં રહેશે. આ દરમ્યાન તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત સર્વોચ્ચ નેતાઓની સાથે બેઠક કરશે.

મનાઈ રહ્યું છે કે, નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત આવી શકતા નથી, પરંતુ અમિત શાહ ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરશે. ભાજપ ગુજરાત એકમ દ્વારા અમિત શાહના રોડ શોની તૈયારી સંપૂર્ણપણે જોરશોરથી ચાલી રહી છે. આ રોડ શો અમદાવાદથી ગાંધીનગર સુધી 30 કિલોમીટરના અંતરે નક્કી થશે.

READ ALSO

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!