GSTV

અમેરિકન પ્રેસિડેન્ટના રટણ બાદ હવે તો વટનો સવાલ : અમિત શાહ ભેગા કરશે 70 લાખ લોકો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવુ કહ્યું કે,અમદાવાદમાં 70 લાખ લોકો મને આવકારવા તૈયાર છે. સતત ત્રણેક વાર અમેરિકન પ્રેસિડેન્ટે આ વાતનુ રટણ કર્યુ છે ત્યારે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ અને રોડ શોમાં હવે લાખોની મેદની એકઠી કર્યા સિવાય ભાજપ સરકાર-સંગઠન માટે પ્રતિષ્ઠાનો સવાલ બનીને ઉભો રહ્યો છે. વિશ્વની મહાસત્તાના સુકાની જયારે અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે 70 લાખની જંગી જનમેદની એકઠી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના શિરે નાંખી છે.

70 લાખનો આંકડો 1 કરોડ સુધી પહોંચી ગયો

ડોનાલ્ડ ટ્રમ્પ એક જ વાતનુ રટણ રટી રહ્યાં છેકે,અમદાવાદમાં 70 લાખ લોકો મારૂ અભિવાદન કરવા આવશે. આજે તો ફરી અમેરિકન પ્રેસિડેન્ટે આ આંકડો વધારીને એમ કહી નાંખ્યું કે, એક કરોડ લોકો મને આવકારશે. આ જનમેદનીની સંખ્યાના મુદ્દે આમજનતા જ નહીં, ખુદ ભાજપના નેતા-કાર્યકરો ય અચંબામાં મૂકાયા છે. જ્યાં આખાય અમદાવાદની વસ્તી સાઇઠ લાખની હોય ત્યાં 70 લાખની જનમેદની એવી રીતે એકત્ર કરવી એ મૂંઝવતો સવાલ છે. જોકે, આ મામલે સોશિયલ મિડીયામાં ભારે ઠેકડી ઉડી રહી છે.

ભાજપે એડિચોટીનું જોર લગાવ્યું

આ તરફ, ભાજપ સરકારે તો શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને નમસ્તે કાર્યક્રમમમાં લઇ જવા નક્કી કર્યુ છે. તો પ્રદેશ ભાજપ સંગઠને પણ ગામેગામથી કાર્યકરોને અમદાવાદ મોટેરા સ્ટેડિયમ અને રોડ શોમાં લાવવા એડીચોટીનુ જોર લગાવ્યુ છે.પણ લગ્નસિઝન ઉપરાંત સરકાર પ્રત્યેની નારાજગીને લીધે લોકોની ભીડ એકઠી કરવા ભાજપના નેતા-સરકારી અિધકારીઓને આંખે પાણી આવ્યુ છે.

અમિત શાહને અમદાવાદ દોડાવ્યા

આ બધુય જોતાં હજુય ભીડ ભેગી થાય તેમ નથી, પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આ બધીય જવાબદારી સોંપી અમદાવાદ દોડાવ્યા છે. આવતીકાલે અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે.તેઓ પ્રદેશના નેતાઓને આદેશ કરીને ભીડ ભેગી કરવા દોડતા કરશે કેમકે, હવે લાખો લોકોની જનમેદની ભેગી કરવીએ વટનો સવાલ થયો છે. ટ્રમ્પની તૈયારીઓની સમિક્ષાના બહાને અમિત શાહ લાખો લોકોને કેવી રીતે ભેગા કરવા તેની તૈયારી કરશે.

READ ALSO

Related posts

કેબિનેટ બેઠક : સાંસદ ભંડોળ બે વર્ષ માટે સ્થગિત, લોકડાઉનને લઈને કોઈ તટસ્થ નિર્ણય ના થઈ શક્યો

Bansari

અમદાવાદમાં આજે બોડકદેવ, સોલા અને જુહાપુરામાં કોરોના પોઝિટીવ કેસો, જુઓ નામ અને એરિયા સહિતનું લિસ્ટ

Karan

રાજ્યમાં કોરોનાનું સંકટ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 19 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસ 165

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!