GSTV

મોદી-શાહ યુપીમાં વ્યસ્ત: લટકી પડી શહેર સંગઠનના માળખાની રચના, અમિત શાહની મુલાકાત બાદ થઇ શકે છે જાહેરાત

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

અમદાવાદ શહેર સંગઠનના પ્રમુખનું નામ તો જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ, સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં ફરી વિલંબ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના વાંકે અમદાવાદમાં ભાજપના હોદ્દેદારોને રાહ જોવાનો વારો આવ્યો છે.

અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ કોણ બનશે તેને લઈને લાંબા સમય સુધી કાર્યકર્તાઓએ રાહ જોવી પડી હતી. હવે એજ સ્થિતિ સંગઠનના નવા માળખાને લઈને જોવા મળી રહી છે. ભાજપમાં ચાલી રહેલી આંતરિક ચર્ચાઓ મુજબ શહેર સંગઠનના હોદ્દાઓ પર કોણ રહેશે કોણ કપાશે અને ક્યાં નવા નેતાને સ્થાન મળશે તે અમિત શાહ અને મોદી નક્કી કરશે.

અમિત શાહ

હાલમાં ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠન અને સરકારમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. જેને લઈને એક બંને નેતાઓ તેમાં વ્યસ્ત છે. જેથી શહેર સંગઠનનું નવું માળખું જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા વિસ્તારની અનેક વિધાનસભા અમિત શાહની ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. જેથી આ બંને જગ્યા પર સંગઠનમાં હોદ્દેદાર કોણ હશે એ અમિત શાહ જ નક્કી કરશે જેમાં પ્રદેશ સંગઠનની કોઈ દરમ્યાનગીરી નહિ હોય.

કોરોના

પરંતુ, અમિત શાહ અત્યારે યુપીમાં વ્યસ્ત છે. બંને સ્થળ પર પ્રમુખના નામની જાહેરાત થઈ તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આ બંને સ્થળ પર અન્ય કોઈની દરમ્યાનગીરી નહિ હોય. આમ તો, કોણ કોણ શહેર સંગઠનમાં હશે, તેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. અમિત શાહના વિશ્વાસુ નેતાઓ દ્વારા આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. પરંતુ, શાહના ગ્રીન સિગ્નલની રાહ જોવાઇ રહી છે. આગામી દિવસોમાં અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ શહેર સંગઠન જાહેર થઈ જાય એવું ચર્ચાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!