GSTV
Home » News » BIG BREAKING :ગુજરાતમાં હોળી પર દિવાળી, અમિત શાહ ગાંધીનગરથી અડવાણીનું પત્તુ કપાયું

BIG BREAKING :ગુજરાતમાં હોળી પર દિવાળી, અમિત શાહ ગાંધીનગરથી અડવાણીનું પત્તુ કપાયું

જે.પી.નડ્ડાએ આજે લોકસભા ચૂંટણીની યાદી બહાર પાડી હતી. જેમાં ગુજરાતના નેતાઓની પણ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહને લડાવવામાં આવ્યા છે. હંમેશાની જેમ ગાંધીનગરમાં ભાજપે રાષ્ટ્રીયકાર્ડ રમી સીટને જીવંત રાખવાની કોશિષ કરી છે. તો બીજી તરફ લાલ કૃષ્ણ અડવાણીનું પત્તુ કપાઈ ગયું છે.

છેલ્લા કેટલાંય સમયથી લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય સ્થિતિ રાજનીતિમાં સંન્યાસ લીધો હોય તેવા પ્રકારની હતી. લોકસભામાં પણ તેમણે ઓછી હાજરી આપી હતી ઉપરથી તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં પણ છેલ્લા કેટલાય સમયથી સક્રિય નહોતા. સુત્રોમાં પણ ચર્ચા હતી કે ગાંધીનગરની સીટ ભાજપ પોતાની પાસે કાયમ રાખવા માટે રાષ્ટ્રીય નેતાને મેદાનમાં ઉતારશે. આ માટે એક સાથે ઘણા ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી જેમાંથી અમિત શાહને આજે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

advani gandhinagar

અમિત શાહ રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવે છે. લાલ કૃષ્ણ અડવાણી પહેલા અટલ બિહારી વાજપેયી પણ આ સીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષોથી ગાંધીનગર ભાજપનો ગઢ રહ્યો છે. ગમે તે ભોગે ગાંધીનગરને પોતાના ખિસ્સામાં સેરવવા ભાજપ તૈયાર હોય છે. કારણ કે ગાંધીનગર એ ગુજરાતના રાજકારણનું એક સ્તંભ સમાન છે જેથી તેને કોઈ પણ ભોગે ભાજપ ગુમાવવા નથી માગતું.

READ ALSO

Related posts

કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા પઠાણબંધુના પિતાએ કહ્યું, મારો પુત્ર…

Nilesh Jethva

ભાવનગરમાં અતિ આધુનિક હેલ્થ ATM થયું કાર્યરત, 41 થી વધુ ટેસ્ટમાં છે ઉપયોગી

Nilesh Jethva

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!