GSTV
Home » News » અમિત શાહનો આ દિવસે છે જન્મદિવસ, આ દાદાના દર્શન માટે ગુજરાત આવશે

અમિત શાહનો આ દિવસે છે જન્મદિવસ, આ દાદાના દર્શન માટે ગુજરાત આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહનો જન્મ દિવસ 22 ઓક્ટોબરના રોજ આવે છે. શાહ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ ખાતે દાદાના દર્શન કરવા જશે ત્યારબાદ અમદાવાદના ગોતામાં એક જાહેર સભા માટે સંબોધન કરશે.

અમિત શાહના કાર્યક્રમનું આયોજન થયું છે. ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અત્યારે બધું ફાઈનલ થયું નથી. સૂત્રો જણાવે છે કે હરિયાણા તથા મહેસાણા વિધાનસભાની ચૂંટણી 21મી ઓક્ટોબર યોજાવાની છે જેથી અમિત શાહ અત્યારે આ બંને રાજ્યોની ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ગુજરાતની મુલાકાત કરે એવું આયોજન છે.

અમદાવાદમાં ગોતા નજીક અમિત શાહની એક જાહેરસભાનું આયોજન પણ કરાયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં રક્તદાન શિબિર પણ યોજાશે એટલું જ નહીં 10 હજારથી વધુ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવશે જેમાં અમૃતમ યોજના, વિધવા પેંશન યોજના, વૃદ્ધ પેંશન યોજના, દિવ્યાંગો સહિતની જુદીજુદી યોજનાનો સમાવેશ થાય છે.

શાહના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડ થેલીઓનું વિતરણ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 17 ઉઝબેકિસ્તાન જવાના હોવાથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માન્ડવીયાની ઉપસ્થિતીમાં ગૃહ પ્રધાનનો જન્મદિન ખુબજ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!