આંતરિક જૂથવાદ વચ્ચે મિશન ગુજરાત 2022 માટે દોઢસો પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ હાંસલ કરવા ભાજપે કમર કસી છે. પ્રદેશ ભાજપમાં વાત જે હોય તે પણ આગમી સમયમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરી પીએમની સલાહ મુજબ જ કરવામાં આવશે તે નક્કી છે.

ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં જો પીએમ મોદી સીધી રીતે દરમિયાનગીરી ના કરે તો જવાબદારી અમિત શાહને સોંપવી પડે અને એમ થાય તો આંતરિક જૂથવાદ વકરે તેવી પણ શક્યતા છે. બીજી તરફ પાટીદારો નારાજ ચાલી રહ્યા છે. જેને મનાવવા માટે પણ પીએમ મોદીએ પ્રયાસ કર્યો. જેના ભાગરૂપે જ તાજેતરના કાર્યક્રમમાં નરહરિ અમીનને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. તો એક ભય એવો પણ છે કે પાટીદાર સમાજના અગ્રણી નીતિન પટેલને કોરાણે મૂકી દીધા છે અને આગામી ચૂંટણીમાં ટિકિટ મળે કે કેમ તેને લઈને પણ અસમંજસ છે.
જો કોઈપણ એક જૂથ નારાજ થાય તો પરિણામ પાછલી ચૂંટણી જેવા આવી શકે અને એ પીએમ મોદીને પોસાય તેમ નથી. એક બાજુ નવી સરકાર છે જેમાં પણ પસંદગી એવી જ રીતે કરવામાં આવી છે કે જેના કારણે જૂથવાદ વકરે નહિ અને નારાજગી સામે આવે નહિ.

આગમી સમયમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરી પીએમની સલાહ મુજબ જ કરવામાં આવશે અને ટિકિટ કોને એવી અને કોની કાપવી તેનો અંતિમ નિર્ણય પણ પીએમના હાથમાં જ હશે. જે પણ નિર્ણય થશે એ 150ના ટાર્ગેટને સિદ્ધ કરવા માટે હશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.
READ ALSO
- Corona Vaccination/ હવે 12 વર્ષથી ઉપરના બાળકોને મળશે કોરોનાની રસી, વડીલોની બૂસ્ટર ડોઝ માટે પણ લેવાયો મોટો નિર્ણય
- JEE Main 2022: પરીક્ષાની તારીખોમાં થયો ફેરફાર, જાણો નવી તારીખ
- BIG BREAKING: કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું થયું નિધન
- એલર્ટ/ PPF, NPS અને સુકન્યા ખાતાધારકો સમયમર્યાદા પહેલા જલ્દીથી પૂર્ણ કરો આ કાર્ય, નહીં તો ખાતું થઈ જશે બંધ
- વાંચી લેજો/ એક એપ્રિલથી બદલાવા જઇ રહ્યો છે આ નિયમ : જૂની કાર તમારા ખિસ્સા પર 7 ગણી પડશે ભારે, સમજો આખુ ગણિત