GSTV
Home » News » ભાજપ સ્થાપના દિને અમિત શાહ કરશે ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ, આ વિસ્તારમાં થશે ગ્રાન્ડ શો

ભાજપ સ્થાપના દિને અમિત શાહ કરશે ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ, આ વિસ્તારમાં થશે ગ્રાન્ડ શો

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રશાર પૂર જોશમાં હવે ચાલુ થઇ ગયો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી પ્રચાર અર્થે આજે અમદાવાદમાં છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં યોજાનારા રોડ-શોને મેગા-શો બનાવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ાટોપી લેવાઇ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે, ત્યારે અમિત શાહનો રોડ-શો સમગ્ર ગુજરાતમાં ભાજપ પક્ષ માટે ફાયદાકારક સાબિત થશે. જો કે આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આજથી બરોબર 39 વર્ષ પહેલા દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં સ્વ. અટલ બિહારી વાજપેયીએ ભાજપ નામનાં રાજકિય પક્ષનો પાયો નાંખ્યો હતો.

આજે ભાજપના સ્થાપના દિવસથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. આ રોડ શો વણઝરથી લઇને વસ્ત્રાપુર હવેલી સુધી યોજાવાનો છે. જેમાં વચ્ચે સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કુલ ચાર રસ્તા, માનસી સર્કલ સહિતના વિસ્તારમાંથી આ રોડ શો પસાર થશે. અમિત શાહનાં આ રોડ શોને લઇને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ ભાજપ પ્રમુખ શાહનાં આ રોડ શોને ગ્રાન્ડ રોડ શો બનાવી દેવા માટે ભાજપ દ્વારા પૂરતા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોને જોડવાનો માઇક્રો પ્લાન ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાની કથિત પ્રેમિકાએ રૂપિયાની માંગ અંગે કર્યો આ ખુલાસો

Nilesh Jethva

મંદીની વાત કરનાર મોદી સરકારના અર્થશાસ્ત્રી સરકારનું ન સહન કરી શક્યા પ્રેશર, તાબડતોડ કર્યા આ ખુલાસાઓ

Karan

ચીન, US અને યુરોપની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી નાણામંત્રીએ કર્યો દાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!