GSTV
Home » News » લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Amit Shah bjp

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 5 લાખ મત કરતા વધુની લીડથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતી છે. તેઓ હાલમાં રાજ્યસભાના ગુજરાતના સાંસદ છે. લોકસભા બેઠક પરથી તેઓ પ્રથમ વખત ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહને કેન્દ્રમાં ખુબ જ મોટું પદ અપાશે, તેવા નિશ્ચિત માનવામાં એવ છે. દિલ્હીના સુત્રો જણાવે છે કે, અમિત શાહનું કદ જે રીતે વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને નાયબ વડાપ્રધાન પદ ઊભું કરીને અમિત શાહને તેના પર બેસાડવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો તેમને નાયબ વડાપ્રધાન નહી બનાવાય તો પછી કેબિનેટ મંત્રી પદ અપાશે જેમાં તેઓને મહત્વનું તેવું ગૃહખાતું અથવા તો ડિફેન્સનું ખાતુ અપાશે.

અમિત શાહને 2014ની ચૂંટણી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. તેઓએ રાજનાથ સિંહનો બાકી રહેલો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ  સંપૂર્ણ અધ્યક્ષ પદનો બે વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ તેઓએ બે વખત પુરો કર્યો છે. જેમાં તેઓએ 2014ની ચૂંટણીમાં રણનિતી ઘડીને ઉત્તરપ્રદેશમાં 80 માંથી 73 બેઠકો ભાજપને જીતાડી આપી હતી. ત્યાર બાદ પણ અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. તેમનો બીજી વખતનો અધ્યક્ષ પદનો કાર્યકાળ પૂર્ણ  થઇ ગયો છે. પરંતુ ભાજપ હાઇકમાન્ડે તેમની તાકાતનો ઉપયોગ કરવા માટે અમિત શાહને લોકસભાની ચૂંટણી સુધી અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળી રાખવાનું કહ્યું હતું.

અમિત ભાઇ શાહ હવે લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદ પદેથી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ આગામી સમયમાં રાજીનામું આપી દેશે તેમજ વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા દિલ્હીમાં તેમની સાથે જ રહેશે.

Minister Smriti Irani

જ્યારે ગાંધીનગર સીટ પર અમિત શાહનાં નામની જાહેરાત કરવામાં આવી ત્યારે જ નક્કી મનાતું હતું કે દેશનાં ગૃહ મંત્રી પદે બેસવા માટેની કવાયત છે. જો કે હવે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાનાં સાંસદ પદે ચૂંટાયા બાદ ગુજરાતમાં પણ રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે.

READ ALSO

Related posts

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah

રાજયસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 18 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે, 28 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!