ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આજે 26 નવેમ્બરે 5 જગ્યાએ જનસભાઓ હતી. આમાંથી અમરેલીની રાજુલા વિધાનસભા તેમજ ભાવનગરની મહુવા વિધાનસભા અને તળાજા વિધાનસભામાં સભા સંબોધ્યા બાદ વડોદરાના સાંયાજીગંજમાં તેમની સભા હતી. અને વડોદરાની સભા વાળ અમદાવાદના વેજલપુરમાં તેમની સભા હતી. જો કે તબિયત બગાડતા તેઓ મહુવાથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ભાજપના સ્ટાર પ્રચારકે અને ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડતા તેમની વડોદરામાં સભા રદ થઈ ગઈ છે. નાદુરસ્ત તબિયતના કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા છે. વડોદરામાં અમિત શાહની સભા રદ થતાં ઉમેદવારો સહિત કાર્યકરો નિરાશ થયા છે.

તબિયત ખરાબ હોવા છતાં અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં ભાજપની સભા સંબોધી છે. સંબોધન દરમિયાન તેમના ચહેરા પર તેમની ખરાબ તબિયત જાણી શકાય છે. જો કે ખરાબ તબિયત હોવા છતાં તેમણે આગામી એ સભાને બદલે એક જ સભા રદ્દ કરી અને આજના આયોજન પ્રમાણેની અંતિમ સભાને સંબોધી છે.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ