GSTV

શાનમાં સમજી જાઓ ઈમરાન: પાકિસ્તાન જો નાગરીકોની આયોજીત હત્યાના કાવતરાથી સુધર્યું નહીં તો થશે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક

Last Updated on October 14, 2021 by Zainul Ansari

ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે જો તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધોઓને આવી રીતે જ પ્રોત્સાહન આપશે અને નાગરિકોની હત્યાને પ્રાયોજિત કરશે તો તેને વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો સામનો કરવો પડશે.

amit shah

અમિત શાહે જણાવ્યું કે ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કરી દીધું છે કે અમે હુમલાઓને સહન નહીં કરીએ. જો પાકિસ્તાન તેની હરકતોથી બાજ નહીં આવે તો તેને વધુ સર્જિકલ સ્ટ્રાઇક જોવી પડી શકે છે.

ગૃહમંત્રી આજે ગોવામાં છે અને ત્યાં જ તેમણે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનને આ ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ અને સિખોને ટારગેટ કરી તેમની હત્યા કરવામાં આવી છે, તેના પછી ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ઝડપી કરી દીધું છે અને તાજેતરમાં થયેલા એન્કાઉન્ટરમાં 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરે રાજ્યને નવી ઓળખ આપી. ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રીને ત્રણ સેવાઓને વન રેન્ક વન પેન્શન આપવા બદલ પણ યાદ કરવામાં આવશે.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની રચના બાદ તેની પ્રથમ કોલેજ ગોવામાં શરૂ થઈ રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પાંચ અભ્યાસક્રમો પણ આજથી શરૂ થશે. ભારતે 2016 માં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને તેને પાઠ ભણાવ્યો હતો.

Read Also

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!