અમિત શાહ ભારતને કોંગ્રેસ મુક્ત નહીં પણ મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે, આ પ્રમુખે કર્યો પ્રહાર

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન ( એઆઈએમઆઈએમ ) નાં પ્રમુખ અસદુદીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર હુમલો કર્યો છે. ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો છે કે અમિત શાહ ભારતને ઇસ્લામથી મુક્ત કરવા માંગે છે. બુધવારે રાત્રે હૈદરાબાદની એક રેલીમાં દિવાળીના ભાષણમાં ઓવૈસીએ આ વાત કહી હતી.

રેલી સંબોધવા સમયે ઓવૈસીએ કહ્યું કે “અમિત શાહ ભલે એવું કહે છે કે તેને કોંગ્રેસ મુક્ત ભારત જોઈએ પણ અમને ખબર છે કે તમારે કોંગ્રેસ મુક્ત નહીં પણ હિન્દુસ્તાનને મુસ્લિમ મુક્ત બનાવવું છે. પરંતુ હિન્દુસ્તાને સંવિધાનમાં મુસ્લિમને અધિકાર આપ્યો છે “

ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે ઓવૈસી પર પ્રહારો કર્યા હતાં. તેમજ શાહે વચન આપ્યું હતું કે જો તેલંગણામાં બીજેપી સત્તામાં આવશે, તો હૈદરાબાદને અસદુદ્દીન ઓવૈસીના એઆઈએમઆઈએમનાં પંજામાંથી છુટકારો અપાવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter