GSTV
Home » News » અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, તમારો એક મત દેશના વિકાસને આગળ વધારી શકે છે

અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, તમારો એક મત દેશના વિકાસને આગળ વધારી શકે છે

અમિત શાહે ગુજરાતના અમદાવાદના નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે 2019ની સામાન્ય ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન છે. ગુજરાતની 26માંથી 26 સીટો પર ઉત્સાહજનક મતદાન થઈ રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

હું દેશભરના મતદાતાઓને અપીલ કરવા માગુ છું કે લોકતંત્રમાં તમારી હિસ્સેદારી નોંધાવો. તેમણે મતદારોને વધુમાં અપીલ કરી હતી કે, તમારો મત દેશને સાહસિક બનાવી શકે છે. તમારો એક મત દેશને વિકાસની પટરી પર ચડાવી શકે છે. મતદાનમાં હિસ્સો લો અને દેશની પ્રગતિમાં અને દેશના અર્થતંત્રમાં તમે મતદાન કરીને લોકંતંત્રમાં ભાગીદાર બનો.

ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરમાં મતદાન કર્યુ. તેઓ પાતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. 

Read Also

Related posts

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi

અવંતિકાએ લગ્નના 8 વર્ષ પછી કેમ છોડ્યું ઈમરાનનું ઘર?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!