GSTV

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાજસ્થાનના જૈસલમેરમાં રોહિતાશ ભારત-પાકિસ્તાન સરહદ પોસ્ટની મુલાકાત લીધી. તેમણે વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતા BSFના જવાનો સાથે પણ મુલાકાત કરી. શાહ સરહદ સુરક્ષા દળ (BSF)ના જવાનો દ્વારા નાઇટ પેટ્રોલિંગ પર નજર રાખશે અને તેમની સાથે રાત વિતાવશે.

રોહિતાશ સરહદી ચોકીની મુલાકાત લીધા બાદ પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું હતું કે, “તે પોતે અને ભારતના 130 કરોડ લોકો રાત્રે શાંતિથી એટલા માટે સૂઈ શકે છે કારણકે, અમને દેશની સરહદની સુરક્ષા કરનારા સૈનિકો પર વિશ્વાસ છે. તેમણે આયુષ્માન ભારત યોજના CAPF સુધી લંબાવવાની પણ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ એક મોટો નિર્ણય લીધો છે કે, સીએપીએફના તમામ જવાનો અને તેમના પરિવારોને પણ અલગ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે જેથી, તે પોતાની અને પોતાના પરિવારોની હોસ્પિટલમાં યોગ્ય સારવાર કરી શકે. “

રાજસ્થાન ભાજપમાં થયેલ હોબાળા વચ્ચે શાહની મુલાકાત :

ગૃહમંત્રીની રાજસ્થાન મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભાજપના પ્રદેશ ઈકાઈમાં જૂથવાદ હેડલાઇન્સ બન્યો છે. ગયા અઠવાડિયે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનના છ જિલ્લાઓની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કોવિડ-19 પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને મંદિરોની મુલાકાત લીધી હતી. રાજે અને ભાજપ રાજસ્થાનના અધ્યક્ષ સતીશ પુનિયા સાથે તણાવ હોવાના અહેવાલ છે. શાહ રવિવારે જયપુરની મુલાકાત લેશે અને પક્ષના કાર્યકરોને સંબોધન કરશે અને સાથે જ તે રાજે અને પુનિયા વચ્ચેના અંતરને શાંત કરવાનો પ્રયાસ પણ કરશે.

ઉદયપુર અને રાજસમંદ જિલ્લામાં કાર્યક્રમોને સંબોધિત કરતા રાજેએ જણાવ્યું હતું કે જે લોકો આ કાર્યક્રમને રાજકીય કહેવાના પ્રયાસમાં લાગેલા છે, હું તેમને જણાવવા માંગુ છું કે આગામી સમયમાં ભાજપ આવશે. રાજસ્થાનમાં ટૂંક સમયમાં જ ભાજપનો ઝંડો લહેરાવશે.

પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે 2003માં ચારભૂજા નાથ મંદિરથી પરિવર્તન યાત્રા શરૂ કરી હતી અને પછી તેમની પાર્ટીએ 2003ની ચૂંટણીમાં 120 બેઠકો જીતી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે અમે ચારભુજા નાથથી સુરજ સંકલ્પ યાત્રા શરૂ કરી, તો ભાજપને 2013માં 163 બેઠકો મળી, જે રાજસ્થાનના ઇતિહાસમાં કોઇ પણ પક્ષને નથી મળી.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!