GSTV

IPLમાં ચાઈનીઝ સ્પોન્સર મામલે અમિત શાહ બન્યા રોષનો ભોગ, દીકરો છે કારણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLના મુખ્ય સ્પોન્સર તરીકે ચાઈનીઝ કંપની વિવો તથા અન્ય સ્પોન્સરશિપમાં પેટીએમ, અલીબાબા, સ્વિગી સહિતની ચીન સાથે સંકળાયેલી કંપનીઓને ચાલુ રાખવાનું નક્કી કરતાં લોકો ટ્વિટર પર લોકોએ જોરદાર આક્રોશ ઠાલવ્યો. ચાઈનીઝ પ્રીમિયર લીગ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. તેના પગલે વિવો ખસી ગઈ હોવાના અહેવાલ છે પણ એ પહેલાં લોકોએ મોદી સરકાર અને ખાસ તો અમિત શાહના માથે બરાબરનાં માછલાં ધોયાં.

શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી

BCCI પર શાહનું વર્ચસ્વ છે. શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી છે. બોર્ડના બહુમતી હોદ્દેદારો પણ ભાજપ સાથે સંકળાયેલા છે ત્યારે શાહે ધાર્યું હોત તો ચાઈનીઝ કંપનીઓને આઈપીએલથી દૂર રાખવાનો નિર્ણય લેવડાવી શક્યા હોત.

મોદી સરકારનાં બેવડાં ધોરણોનો આ પુરાવો

યુઝર્સ આક્રોશ ઠાલવ્યો કે, મોદી સરકારનાં બેવડાં ધોરણોનો આ પુરાવો છે. સામાન્ય લોકોને સ્વદેશીની અને ચાઈનીઝ માલથી દૂર રહેવાની સલાહ મોદી સરકારના પ્રધાનો આપે છે. શાહ સીઆરપીએફ કેન્ટિનમાંથી વિદેશી ચીજોને દૂર કરવાના આદેશ આપે છે પણ બોર્ડને ચીનની કંપનીઓને દૂર રાખવા નથી કહી શકતા એ શું બતાવે છે ?

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!