GSTV

IPLમાં ચાઈનીઝ સ્પોન્સર મામલે અમિત શાહ બન્યા રોષનો ભોગ, દીકરો છે કારણ

Last Updated on August 5, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLના મુખ્ય સ્પોન્સર તરીકે ચાઈનીઝ કંપની વિવો તથા અન્ય સ્પોન્સરશિપમાં પેટીએમ, અલીબાબા, સ્વિગી સહિતની ચીન સાથે સંકળાયેલી કંપનીઓને ચાલુ રાખવાનું નક્કી કરતાં લોકો ટ્વિટર પર લોકોએ જોરદાર આક્રોશ ઠાલવ્યો. ચાઈનીઝ પ્રીમિયર લીગ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. તેના પગલે વિવો ખસી ગઈ હોવાના અહેવાલ છે પણ એ પહેલાં લોકોએ મોદી સરકાર અને ખાસ તો અમિત શાહના માથે બરાબરનાં માછલાં ધોયાં.

શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી

BCCI પર શાહનું વર્ચસ્વ છે. શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી છે. બોર્ડના બહુમતી હોદ્દેદારો પણ ભાજપ સાથે સંકળાયેલા છે ત્યારે શાહે ધાર્યું હોત તો ચાઈનીઝ કંપનીઓને આઈપીએલથી દૂર રાખવાનો નિર્ણય લેવડાવી શક્યા હોત.

મોદી સરકારનાં બેવડાં ધોરણોનો આ પુરાવો

યુઝર્સ આક્રોશ ઠાલવ્યો કે, મોદી સરકારનાં બેવડાં ધોરણોનો આ પુરાવો છે. સામાન્ય લોકોને સ્વદેશીની અને ચાઈનીઝ માલથી દૂર રહેવાની સલાહ મોદી સરકારના પ્રધાનો આપે છે. શાહ સીઆરપીએફ કેન્ટિનમાંથી વિદેશી ચીજોને દૂર કરવાના આદેશ આપે છે પણ બોર્ડને ચીનની કંપનીઓને દૂર રાખવા નથી કહી શકતા એ શું બતાવે છે ?

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!