GSTV

અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે કરી મુલાકાત, થોડી વારમાં PM મોદી પણ પહોંચશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેઓ જેટલીના પરિવાર સાથે મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે અરૂણ જેટલીના પરિવારને સાંત્વના પાઠવી હતી. અરૂણ જેટલીનું જ્યારે નિધન થયુ ત્યારે અમિત શાહ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી  આપવા પહોંચ્યા હતા.

જોકે, બાદમાં તેઓ કાર્યક્રમને અધુરો છોડીને દિલ્હી આવવા માટે રવાના થયા હતા. અમિત શાહે ટ્વિટ કરી જેટલીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, અરૂણ જેટલીના નિધનથી હુ અત્યંત દુખી છુ. જેટલીની વિદાય મારા માટે વ્યક્તિગત નુકસાન છે. અમે સંગઠનના વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!