GSTV

અમિત શાહે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે યોજી બેઠક, છત્તીસગઢના મુખ્યમંત્રી હાજર ન થતા હોબાળો

Last Updated on September 26, 2021 by Zainul Ansari

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે એક બેઠક યોજી હતી. જેમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં છત્તીસગઢના બે પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. જોકે આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામેલ થયા નહોતા. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને કેરળના મુખ્યમંત્રી પણ બેઠકમાં સામેલ થયા નહોતા. અધિકારીઓ કે અન્ય નેતાઓએ આ 4 રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કેન્દ્ર ઈચ્છે છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોના અભિયાનમાં ઝડપ લાવવામાં આવે. રાજ્ય પોલીસ ઓપરેશનનું નેતૃત્વ કરે છે. પરંતુ કેટલાક લોકોના મતે બઘેલ સરકારમાં આ ઓપરેશન્સની સંખ્યા ઘટી છે. બેઠકમાં હાજર ના થવા મુદ્દે સવાલ ઉઠવા પર બઘેલે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

Bhupesh Badhal Savarkar

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં માઓવાદી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે આ ખતરો આશરે 45 જિલ્લાઓમાં રહ્યો છે. જો કે દેશના કુલ 90 જિલ્લાઓ માઓવાદી પ્રભાવિત માનવામાં આવે છે અને મંત્રાલયની સુરક્ષા સંબંધિત ખર્ચ (SRE) યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. નક્સલી સમસ્યાને લેફ્ટ વિંગ એક્સ્ટ્રિમિઝમ (LWE) પણ કહેવામાં આવે છે. આ સમસ્યા 2019માં 61 જિલ્લાઓમાં અને 2020માં 45 જિલ્લાઓમાં જોવા મળી હતી. LWE પ્રભાવિત વિસ્તારોમાં વિવિધ હિંસક પ્રવૃત્તિઓને કારણે 2015થી 2020 સુધી દેશમાં 380 સુરક્ષા કર્મચારીઓ, 1,000 નાગરિકો અને 900 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ જ સમયગાળા દરમિયાન કુલ 4,200 નક્સલવાદીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે.

Read Also

Related posts

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!