GSTV
Home » News » ઉત્તરાયણે અમિત શાહ ગુજરાતમાં બેસીને રાજકીય દાવપેચ લડશે, વાઘાણી કરે છે દોડાદોડી

ઉત્તરાયણે અમિત શાહ ગુજરાતમાં બેસીને રાજકીય દાવપેચ લડશે, વાઘાણી કરે છે દોડાદોડી

અમિત શાહ મકરસંક્રાતિનું પર્વ ગુજરાતમાં પરિવાર સાથે મનાવશે. તો આ ઉજવણીની સાથે સાથે રાજકીય મુલાકાતો પણ કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ અમદાવાદમાં જ ઉત્તરાયણ ઉજવણી કરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી શકે છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પણ બેઠક કરશે. 13 જાન્યુઆરીએ રાત્રીના અમદાવાદ આવશે. આ રીતે  એક દિવસના રોકાણ બાદ દિલ્હી પરત ફરશે. હાલમાં શાહ અધિવેશનમાં વ્યસ્ત છે છતાં પરિવાર સાથે ઉત્તરાયણ માટે ખાસ આવતા હોય છે. જે નિત્યક્રમ તેઓ વ્યસ્તતા વચ્ચે પણ જાળવી રાખે તેવી સંભાવના છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13ની રાત્રીએ અમદાવાદ આવશે 14 જાન્યુઆરી દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે.  અમિત શાહનો પરિવાર પ્રેમ અતિ જાણિતો છે. તેઓ મોટાભાગે દિલ્હી હોય છે પણ તહેવારો તો તેઓ પરિવાર સાથે જ મનાવે છે. દર તહેવારમાં તેઓ અમદાવાદ દોડી આવે છે.

વાઘાણી સાથે કરી શકે છે બેઠક

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમિત શાહ અમદાવાદના ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણે છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીની સાથો સાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરશે. આ દિવસે લોકસભાની ગુજરાત સંલગ્ન પણ ચર્ચાઓ થા. તેવી પૂરી સંભાવના છે. વાઘાણી આ બાબતે દોડાદોડી કરી રહ્યાં છે.

Related posts

ટ્રમ્પે બાહુબલીનો એડિટેડ વીડિયો RE-Tweet કરી કહ્યું, ‘ભારતના મિત્રોને મળવા આતૂર છું…’

Mayur

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!