GSTV
Home » News » અમિત શાહ, PM મોદી સહિતના આ દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

અમિત શાહ, PM મોદી સહિતના આ દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણિપ સ્થિત મતદાન મથકેથી પોતાના મત આપ્યો હતો. રાણીપમાં નિશાન સ્કુલ ખાતે પીએમ મોદીએ મતદાન કર્યુ હતુ. નરેન્દ્ર મોદીના મતદાન કરતા સમયે પોલીંગ બુથમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી મતદાન કેન્દ્ર પર ખુલ્લી જીપમાં બેસીને ગયા હતા. મોદીની ઉપસ્થિતિને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.

અમદાવાદના રાણીપ ખાતે વડાપ્રધાન મોદી મતદાન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પરિવાર ઉપસ્થિત હતો.તેમની સાથે નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી.ખાસ કરીને અમિત શાહના પૌત્રીને પીએમ મોદીએ ઉપાડી હતી.અને વ્હાલ કર્યુ હતુ.તેને તેડીને ફરાવી હતી.

અમિત શાહે

અમિત શાહે પણ ગુજરાતમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે અમદાવાદના નારણપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના હોમ ટાઉન રાજકોટમાંથી મતદાન કર્યુ હતુ.વિજય રૂપાણી મતદાન કરતા પહેલા તેમના ઘરે પૂજા અર્ચના કરી હતી.અને બાદમાં રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિર મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતુ.

લલિત વસોયા

પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ધોરાજીમાં મતદાન કર્યુ. મતદાન કરવા તેઓ વહેલી સવારે પોતાના સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેમણે પોતાના મતાધિકારનો ઉપગોય કર્યો હતો.

સી.આર પાટીલ

તો આ તરફ નવસારી બેઠક પરથી સાંસદ અને ભાજપના ઉમેદવાર સી.આર પાટીલે પણ  પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ. તેઓ પોતાના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

સી.જે ચાવડા

ગાંધીનગરથી કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તેઓ પોતાના સમર્થકો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.અને મતદાન કરીને વધુમાં વધુ તમદાનની અપીલ કરી હતી.

રમણ પાટકર

વલસાડના ઉમરગામ ખાતેથી વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે મતદાન કર્યુ છે. ઉમરગામ તાલુકાના ઘોડીપાડા મતદાન મથકેથી તેમણે મતદાન કર્યુ હતુ.

આનંદીબહેન

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે પણ મતદાન કર્યુ છે.આનંદીબહેન પટેલે શિલાજ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ છે. તેઓ સામાન્ય નાગરિકની જેમ મતદાન માટે લાંબી કતારમાં જોવા મળ્યા.આનંદીબેન પટેલ સાથે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પણ મતદાન માટે જોવા મળ્યા.

કે. સી પટેલ

વલસાડ લોકસભા પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર કે. સી પટેલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ. તેઓ મતદાન કરવા પરિયા ગામે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ ફરીનાર બે લાખથી વધુ મતની લીડ સાથે જીતશે.

પરેશ ધાનાણી

અમરેલી લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.વહેલી સવારે પૂજા પાઠ કરીને ગાયમાતાને રોટલી ખવડાવીને તેઓ મતદાન કરવા પહોચ્યા હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં પરા વિસ્તારની મંગળા બા સ્કૂલમાં મતદાન કર્યુ.

ગાંધીનગર ખાતે મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગર સેકટર 9ના સખી મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. રાજ્ય ના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ મુરલી ક્રિષ્નન અને એડિશનલ મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ પણ મતદાન કર્યું. કાળઝાળ ગરમી શરૂ થાય તે પેહલા લોકો મત કરે તેવી અપીલ કરી હતી.

જવાહર ચાવડા

તો આ તરફ માણાવદરના વિધાનસભાના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ પણ મતદાન કર્યુ છે.  તેઓ પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાન મથક પહોંચ્યા હતા.

પુરષોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ પોતાના વતન અમરેલીના ઇશ્વરિયા ગામે મતદાન કર્યુ. તેઓ ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે સહ પરિવાર મતદાન કરવા મતદાન કેન્દ્રે પહોંચ્યા.

બનાસ ડેરીના ચેરમેન  અને ભાજપના નેતા શંકર ચૌધરીએ મતદાન કર્યુ. તેઓ પોતાના મતાધિકારના ઉપયોગ માટે રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે,  રાજ્યની તમામ બેઠક પક ભાજપની જીત થવાની છે.

ઊંઝા વિધાનસભાની પેટા ચૂટંણીના ભાજપના ઉમેદવાર ડૉકટર આશા પટેલે પણ મતદાન ક્રયુ છે.તેઓએ પોતાના વતન વિશોળ ગામેથી મતદાન કર્યુ છે.

Read Also

Related posts

આ નગરની જીવાદોરી થઈ સૂકીભઠ્ઠ, લોકોને પાણી પાડતું હતું તળાવ

Path Shah

રામચંદ્ર ગુહાએ માંગ્યુ રાહુલ ગાંધીનું રાજીનામુ, કહ્યુ રાહુલે આત્મસન્માન પણ ગુમાવ્યુ

Mansi Patel

મહાગઠબંધન અંગે આત્મચિંતન કરો નહિંતર હજુ વધારે ભૂંડા હાલ થશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!