GSTV

દિવાળી મનાવવા ઘરે આવેલા અમિત શાહ અચાનક દિલ્હી દોડ્યા, થવા લાગ્યા અનેક તર્કવિતર્કો

અમિત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનો પ્રવાસ અચાનક જ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા છે. અગાઉના કાર્યક્રમ અનુસાર અમિત શાહ દિવાળીના તહેવારો દરમિયાન ત્રણ દિવસ માટે અમદાવાદ રોકાવવાના હતા. આ માટે પાકિસ્તાનનું ઊંબાળિયું જવાબદાર છે કે બિહાર અને બંગાળમાં કોઈ રાજકીય ફેરફારો થવાની સંભાવના છે પણ અમિત શાહે અમદાવાદનો કાર્યક્રમ ટૂંકાવી દીધો છે.

અમિત શાહે કચ્છ ખાતે કરાવ્યો સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો આરંભ

અમિત

અમિત શાહ બુધવારે રાત્રે કચ્છ આવ્યા હતા જ્યાં તેમણે ધોરડો ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો આરંભ કરાવવા ઉપરાંત સરહદી ગામના સરપંચો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમના સમાપન બાદ તેઓ ગુરૂવારે સાંજે અમદાવાદ આવ્યા હતા. અગાઉના કાર્યક્રમ અનુસાર કેન્દ્રિય ગૃહ મંત્રી 13-14-15 એમ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ ખાતે પરિવાર સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવાના હતા. પરંતુ શુક્રવારે અચાનક જ કાર્યક્રમમાં ફેરફાર થયો હતો.

હવે તેઓ શુક્રવારે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી પરત ફર્યા હતા. આમ, કેન્દ્રિય ગૃહ મંત્રીનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો છે. અમિત શાહનો છેલ્લા એક મહિનામાં આ બીજો ગુજરાત પ્રવાસ હતો. અગાઉ નવરાત્રિ વખતે તેઓ પાંચ દિવસ માટે અમદાવાદમાં રોકાયા હતા.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!