GSTV
India News ટોપ સ્ટોરી

અમરનાથ યાત્રા પર રોક લગાવવા પર શાહ બોલ્યા, એડવાઈઝરીની ગંભીરતાને સમજવી પડશે

જમ્મૂ-કાશ્મીર સરકારે આતંકી ખતરાની આશંકાને જોતા પર્યટકો અને અમરનાથ યાત્રીઓ માટે એડવાઝરી રજૂ કરી છે. સરકારે યાત્રીઓને વિનંતી કરી છેકે, જલ્દીથી જલ્દી પોતાના ઘરે પાછા ચાલ્યા જાવ. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે તેને લઈને કહ્યુ છેકે, આ કોઇ સાધારણ એડવાઇઝરી નથી.

સૂત્રો મુજબ ગૃહપ્રધાને કહ્યું કે લોકોએ આ એડવાઇઝરીની ગંભીરતાને સમજવી પડશે. જણાવી દઈએકે, જમ્મૂ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી રજૂ કરાયેલી સુરક્ષા એડવાયઝરીમાં કહેવામાં આવ્યુ છેકે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનાં ઈનપુટ મળ્યા બાદ અને કાશ્મીરની સુરક્ષા વધારવાના ઉદ્દેશ સાથે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોની સુરક્ષાઓને જોતા ઘાટીમાં તત્કાલ રીતે દરેક પ્રકારની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમરનાથ યાત્રીઓને સલાહ આપવામાં આવી છેકે, તેઓ પોતાની યાત્રાને તરત જ પુરી કરે અને જલ્દીથી ઘાટીને છોડી દે. ઉલ્લેખનીય છેકે, કાશ્મીરની ઘાટીમાં હાલની પરિસ્થિતીને જોતા સરકારે આર્મી અને એરફોર્સને હાઈ ઓપરેશનલ એલર્ટ પર રાખી છે. જમ્મૂ-કાશ્મીરમાં પાછલા લગભગ 15 દિવસોમાં ભારે સંખ્યામાં સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યા છે.

10 હજારથી વધારે સુરક્ષાબળોના તહેનાતના નિર્ણયના સપ્તાહની અંદર મોદી સરકાર કાશ્મીર ઘાટીમાં 28 હજાર વધારે જવાનો મોકલી રહી છે. મોદી સરકાર આને આતંકવાદ વિરોધી કાર્યવાહીને વધુ મજબૂત કરવાનું પગલું કહી રહી છે. જ્યારે સરકારની કવાયતને લઇને અનેક અટકળો વહેતી બની છે.

READ ALSO

Related posts

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

શંકર ચૌધરીનો બફાટ  “ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે”

Nakulsinh Gohil

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk
GSTV