GSTV
Home » News » સભામાં અમિત શાહે ભાષણ શરૂ કર્યુ અને મહિલા ધૂણવા લાગી..પછી શું થયું?

સભામાં અમિત શાહે ભાષણ શરૂ કર્યુ અને મહિલા ધૂણવા લાગી..પછી શું થયું?

આમ તો માતાજીનો માંડવો હોય…ડાકલા વાગતા હોય…માતાજીનું નામ લેવાતુ હોય ત્યારે કોઇના શરીરમાં ઝણઝણાટી થાય માતાજી આવે તે તો સમજી શકાય તેવી વાત છે…પરંતુ બોડેલીમાં તો ભાજપની સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સ્પીચ શરૂ થતા એક સ્થાનિક આદિવાસી મહિલાના શરીરમાં ઝણઝણાટી થવા લાગી. આ મહિલા મોટે મોટેથી બોલવા લાગી હું કાળકા માતા છું. ત્યારે હાજર મહિલા સુરક્ષાકર્મી આ મહિલાના હાથ પકડીને તેના હાથને નીચા કરવાની કોશિષ કરતી રહી, પરંતુ આદિવાસી ગામઠી બોલીમાં બોલતી આ મહિલા ટસની મસ ન થઇ, અને છેવટે તેને નીચે બેસાડી દેવાઇ.

બોડેલીમાં અમિત શાહની સભામાં જ્યારે અમિતભાઇ ભાજપ સરકારની સિદ્ધીઓને વર્ણવી રહ્યા હતા. તે સમયે એક આદિવાસી મહિલાનાં શરીરમાં આ રીતે ધ્રુજારી થવા લાગી એટલે ફટાફટ મીડિયાના કેમેરા આ મહિલા પર ફોક્સ કરવા લાગ્યા. જેના કારણે આખીયે સભાનું અટેન્શન આ મહિલા તરફ જવા લાગ્યુ. જે બાદ આ મહિલાને ભાજપની ટોપી પહેરાવીને શાંતિથી બેસાડાઇ. અને ફરી અમિતભાઇએ પોતાની સ્પીચ શરૂ કરી. ત્યાં જ અચાનક આ મહિલા હાથ ઉચા કરીને કરીને આદિવાસી ભાષામાં બોલાવા લાગી. હાચી બોલજો..હાચી બોલજે ઝૂઠાની બોલતા.

આમ ભાજપની ટોપી પહેરીને આ મહિલા હાચી બોલજો હાચી બોલજોની બૂમો પાડવા લાગતા. અંતે  અમિત શાહને તેમની સ્પીચ અટકાવીને કહેવું પડ્યુ કે આ મહિલાની તબિયત ખરાબ હોય તો તેમને અહીં બાજુમાં આરામથી બેસાડો. જોકે આ સમગ્ર મામલો અંધશ્રદ્ધાનો છે. પરંતુ અંધશ્રદ્ધાની આ ઘટનાએ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષની સભામાં અટેન્શન જરૂરથી ખેંચ્યુ હતું.

READ ALSO

Related posts

મેક્સિકોમાં ભૂકંપ બાદ એક બિલ્ડીંગના ધરાશાયી થવાનો વીડિયો થયો વાયરલ પણ હકિકતે ઈમારત તો…

Bansari

દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મસમોટી ભેટ

Mayur

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!