GSTV
Home » News » મુંબઈમાં અમિત શાહનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં NDA સરકાર બનવાનું નક્કી

મુંબઈમાં અમિત શાહનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં NDA સરકાર બનવાનું નક્કી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાનાં બીજાનાં દિવસે રવિવારે ચૂંટણી બ્યુગલ ફૂંકતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના ગોરેગાંવમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત શાહે જણાવ્યુ હતુ કે, આર્ટિકલ ૩૭૦ કોંગ્રેસ માટે હમેશા રાજકીય મુદ્દો હતો. જ્યારે ભાજપે ક્યારેય  આર્ટિકલ ૩૭૦ અંગે રાજનીતિ નથી કરી. કાશ્મીર માટે શ્યામાપ્રસાદ મુખર્જીએ લડાઈ લડી હતી. ભાજપની ત્રણ પેઢી જમ્મુ કાશ્મીર માટે લડાઈ લડી રહી છે.

અમિત શાહે વધુમાં કહ્યુ કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની જીત નક્કી છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ સીએમ બનશે. અમિત શાહે દાવો કર્યો છેકે, મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર ત્રણ ચતુર્થાંશ બહુમતની સાથે બનવાનું નક્કી છે.

READ ALSO

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!